મહીસાગર જિલ્લાના બાલાસિનોર તેમજ વિરપુરના આસપાસના ગામોમાં રાયડાનો પાક બોરીઓમાં તૈયાર કરીને ખેડૂતો બેઠા હતા અને સરકાર દ્વારા વહેલી તકે રાયડાની ખરીદી શરૂ કરવામાં આવે તેવી મહીસાગર જિલ્લાના ખેડૂતોની માંગ હતી અને ટેકાના ભાવે રાયડાની ખરીદી માટે મહીસાગર જિલ્લામાં એક માત્ર ખાનપુર તાલુકાનું લીંબડીયા APMC સેન્ટર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો અને 125 જેટલા ખેડૂતો દ્વારા ટેકાના ભાવે રાયડો આપવા ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું અને સરકાર દ્વારા 9 મે ના રોજથી ટેકાના ભાવે રાયડાની ખરીદી શરૂ કરવા માટેની તારીખ પણ નક્કી કરવામાં આવી હતી.
લીંબડીયા APMC સેન્ટર ઉપર બારદાનના અભાવે રાયડાના પાકની ઉપજ બાદ સરકાર દ્વારા તેને ટેકાના ભાવે ખરીદીમાં દિવસો લંબાતા ખેડૂતોને નુકસાન થવાની ભીંતિ સેવાઈ રહી હતી. ઉપરાંત અસહ્ય ગરમીથી તેલીબિયા પાક રાયડો સુકાઈ જાય અને તેના વજનમાં ઘટાડો થાય .જેથી મહીસાગર જિલ્લાના બાલાસિનોર તેમજ વિરપુરના આસપાસના ગામોમાં રાયડાનો પાક બોરીઓમાં તૈયાર કરીને ખેડૂતો ટેકાના ભાવે ખરીદી ઝડપથી શરૂ થાય તેની રાહ જોતા હતા.