નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નેહા ગુપ્તાએ ચૂંટણી પ્રક્રિયા સંબધી સેકન્ડ રેન્ડમાઇઝેશનની વિસ્તૃત જાણકારી આપી હતી. આ ઉપરાંત, સેકન્ડ રેન્ડમાઇઝેશનમાં 121-બાલાસિનોરમાં ૩૫૫-પ્રિસાઇડીંગ ઓફીસર, 355- મદદનીશ પ્રિસાઇડીંગ ઓફિસર અને 355- પોલીંગ મળી કુલ 1065નું રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું. જ્યારે 122 - લુણાવાડામાં 387 - પ્રિસાઇડીંગ ઓફિસર, 387 - મદદનીશ પ્રિસાઇડીંગ ઓફિસર, 387 - પોલીંગ મળીને કુલ- 1161 અને 123 - સંતરામપુર માટે 310 - પ્રિસાઇડીંગ ઓફિસર, 310 - મદદનીશ પ્રિસાઇડીંગ ઓફિસર તેમજ 310 -પોલિંગ મળી કુલ 930 રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું.
મહીસાગરમાં ચૂંટણી પ્રક્રિયા સંબધી રેન્ડમાઇઝેશન કરાયું - lok sabha
મહીસાગરઃ જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી 23મી એપ્રિલે યોજાવાની છે. જે અંતર્ગત ચૂંટણી પંચની સૂચના મુજબ ચૂંટણી પ્રક્રિયા સંબધી સેકન્ડ રેન્ડમાઇઝેશન જિલ્લા સેવા સદન ગોધરાના સભાખંડમાં કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પંચમહાલ સંસદીય વિસ્તાર માટે નિમાયેલા જનરલ ઓબ્ઝર્વર આર. આર. જાનુ અને દાહોદ સંસદીય વિસ્તાર માટે નિમાયેલા જનરલ ઓબ્ઝર્વર ડૉ. મિત્રા અને જિલ્લા ચૂંટણી અધિકારી આર. બી. બારડની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
સ્પોટ ફોટો
મહત્વનું છે કે, આગામી 16 અને 17 એપ્રિલે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા લોકોને ચૂંટણી કામકાજ અંગેની તાલીમ આપવામાં આવશે.