મહીસાગર : નોવેલ કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે સાવચેતીના પગલારૂપે સરકાર દ્વારા ગુજરાત રાજ્યની તમામ આંગણવાડીમાં બાળકોને બોલાવવાનું મોકૂફ રાખ્યું હતું અને આંગણવાડી કેન્દ્રના 3થી 6 વર્ષના બાળકોને ગરમ નાસ્તાની અવેજીમાં આપવામાં આવતા બાલ શક્તિ, ટેકહોમ રેશનના બદલે આંગણવાડી કેન્દ્રમાં ઉપલબ્ધ અનાજ અને તેલના જથ્થાનો ઉપયોગ કરી અઠવાડિયામાં એકવાર સુખડી તૈયાર કરી બાળક દીઠ એક કિલોગ્રામ સુખડી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જે મુજબ મહીસાગર જિલ્લામાં જૂન-2020 મહિનો તેમજ જ્યાં સુધી આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાની પરિસ્થિતિ ઉભી થાય ત્યાં સુધી આંગણવાડી કેન્દ્રો પરથી પૂરક પોષણના ધોરણો જળવાઈ રહે તે મુજબ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો દ્વારા સુખડી બનાવી લાભાર્થી બાળકોને ઘરે ઘરે જઈ વિતરણ કરવામાં આવી રહ્યું છે.