ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ચોપડાનું વિતરણ કરાયું - students

મહીસાગરઃ લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય હિરાભાઇ પટેલના સુપુત્ર ડો. નિશાંત પટેલ દ્વારા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ઉપયોગી નોટબુક ચોપડાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ડો. નિશાંત વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરી સેવા કાર્ય કર્યું છે.

Mahisagar

By

Published : Jun 18, 2019, 5:35 PM IST

ગરીબ અને મધ્યમ વર્ગનાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ભણવામાં મદદરૂપ થાય તેવા હેતુથી ડોક્ટર નિશાંતે લુણાવાડાના ઉંટડી અને ઘોડાના મુવાડા ગામે દરેક વિદ્યાર્થીદીઠ પાંચ-પાંચ ચોપડાનું વિતરણ કર્યું હતું.

વિદ્યાર્થીઓને ભણવામાં મદદ રૂપ નિ:શુલ્ક ચોપડાનું વિતરણ

લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય હિરાભાઇ પટેલના સુપુત્ર નિશાન પટેલ જે હાલમાં ગાયનેકોલોજિસ્ટ છે. ડોકટરી સેવાની સાથે-સાથે તેઓ શિક્ષણમાં પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદ કરવાની ઈચ્છા દર્શાવી. નિશાંતે ઉંટડી ગામમાં 300 ચોપડા અને ઘોડાના મુવાડામાં 550 ચોપડાનું નિ:શુલ્ક વિતરણ કર્યું છે. ડો. નિશાંતે તેમના હસ્તે દરેક જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને પાંચ-પાંચ ચોપડાનું ની:શુલ્ક વિતરણ કરી ખૂબ ભણો, સારું ભણો તેવી રીતે વિદ્યાર્થીઓને ભણવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમની આ સેવાને સ્કૂલના સંચાલકો અને વાલીઓએ બિરદાવી છે.

ABOUT THE AUTHOR

...view details