નગરમાં આવેલી શેઠ મોજીલાલ પ્રાથમિક શાળામાં આજે રવિવારે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. વિનામૂલ્યે યોજાયેલા આ કેમ્પમાં મેડિસિન, સર્જરી, ઓર્થોપેડિક, બાળકોના રોગો, સ્ત્રી રોગ, કાન, નાક, ગળા, આંખ તેમજ ચામડીના રોગોની તપાસ કરી નિઃશુલ્ક દવાઓ આપી હતી. આ ઉપરાંત કેમ્પમાં આવેલા દર્દીઓને નિઃશુલ્ક રહેવા અને જમવાની સગવડ પુરી પાડવામાં આવી હતી. કેમ્પમાં દાખલ દર્દી પાસે ઓપરેશન ચાર્જ, એનેસ્થેસિયા નિઃશુલ્ક રાખવામાં આવ્યું હતુ. ઉપરાંત દર્દીઓ માટે લેબોરેટરી, એક્સ-રે અને સોનોગ્રાફીની તપાસ 52 ટકા રાહત દરે આપવામાં આવી હતી. કેમ્પમાં અંદાજિત 200 દર્દીઓએ સારવાર લીધી હતી.
બાલાસિનોરમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો, જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયું આયોજન - camps
મહિસાગરઃ બાલાસિનોર તાલુકામાં આજે પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ, બાલાસિનોર નગરપાલિકા તથા જનસેવા ચેરીટેબલ ટ્ર્સ્ટના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતુ.
g
જનસેવા ટ્રસ્ટના ઉપપ્રમુખ કૃણાલ ભાવસાર, તાલુકા પ્રમુખ વસંત પરમાર, તાલુકા ઉપપ્રમુખ રાજેશ ઠાકોર, તાલુકા મંત્રી રણજીતસિંહ અને ખજાનચી હર્ષ ભાવસાર ઉપરાંત આયોજકોએ જનસેવા લોક કલ્યાણ અર્થે આ મફત સર્વરોગ નિદાન કેમ્પ રાખ્યો હતો.