ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં ધામોદના કેદારેશ્વર મહાદેવના કરો દર્શન

મહીસાગર: લુણાવાડા જોધપુર પાસે ધામોદના કેદારેશ્વર મહાદેવ ધર્મ અને આસ્થાનું પ્રતિક છે. મહીસાગર જીલ્લામાં લુણાવાડા તાલુકાના છેવાડાના ગામ ધામોદ-જોધપુર બાલાસિનોરથી 24 કિ.મી. દૂર જંગલમાં કેદારેશ્વર મહાદેવનું શિવાલય આવેલું છે. આ ધામોદ કેદારેશ્વર મંદિર અંદાજિત 700 વર્ષ જૂનું અતિ પ્રાચીન અને તેની આસપાસ રમણીય ડુંગરો આવેલા છે. ડુંગરની ચૌતરફ લાલીયા લુહારનો કિલ્લો આવેલો છે. આ મંદિર વિશે અહીંના પૂજારી જણાવે છે કે...

Mahisagar

By

Published : Aug 26, 2019, 7:02 AM IST

આ મંદિરના ઇતિહાસ વિષે જોઈએ તો લુણાવાડાની ઉત્તરે કલેશ્વરીથી લઇ કપડવંજ સુધીનો પ્રદેશ હેડંબાવન તરીકે ઓળખાય છે. અહીં પાંડવોએ વસવાટ કર્યો હોવાની લોકવાયકા પણ છે. કેદારેશ્વર મંદિરની પાછળના ભાગે શેઢી નદીનું ઉદગમસ્થાન છે જે ડાકોર થઈને ખંભાતના આખાતને મળે છે. શ્રાવણ માસમાં આ મંદિરનો અનોખો મહિમા રહ્યો છે. શ્રાવણ માસમાં ભક્તો દ્વારા ભોજન, ભંડારા અને યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. તો અહીં આવતા ભક્તોની આસ્થા છે કે...

મહીસાગરમાં ધામોદના કેદારેશ્વર મહાદેવના કરો દર્શન

વીરપુર જમઝર માતાના ડુંગરમાંથી વાઘની બખોલ ધામોદ કેદારેશ્વરના ડુંગરોમાં નીકળે છે, તેવું લોકો આજે પણ લોક મુખે ચર્ચાય છે. મંદિરની પશ્ચિમે થોડા અંતરે એક સિધ્ધ ગુફા આવેલી છે જેમાં મહાભારત કાળમાં અનેક મહાપુરુષો આ ગુફામાં તપસ્યા કરવા આવતા હતા. જેમાના રઘૂરામ નામના સંતે 12 સિધ્ધિઓમાંની એક સિદ્ધિ આ ગુફામાં બેસીને મેળવી હતી.

ABOUT THE AUTHOR

...view details