લુણાવાડાઃ કચેરીઓમાં બાયોમેટ્રીકથી પુરાતી હાજરી પ્રક્રિયા હાલ પુરતી બંધ રાખવામાં આવી છે, લાયઝન અધિકારીઓને રેન્ડમલી ચેકીંગ હાથ ધરવા સુચના અપાઇ, તમામ ધાર્મિક વડાઓ સાથે બેઠક કરી ધર્મ સ્થાનો પર ભીડ એકત્ર ન થાય તેની જાગૃતિ લાવવા અંગે વાત કરાઇ, લગ્ન પ્રસંગ-મેળાવડાઓ અટકાવવા અપીલ, એસ.ટી બસ અને બસ મથકો ખાતે સ્વચ્છતાના ચુસ્ત પાલન અંગે વાતચિત, જાહેર સ્થળોએ જાગૃતિ અંગેના હોર્ડીગ લગાવવા, માસ્ક અને, સેનેટાઇઝર્સનો સમાવેશ પ્રાઇઝ અને સ્ટોક કંટ્રોલ રિજિમ હેઠળ આવશ્યક ચીજવસ્તુઓ હેઠળ કરવામાં આવ્યો છે. તેનો વધુ ભાવ લેવો, સંગ્રહ કરવો કે ગુણવત્તામાં બાંધ છોડ કરવી એ ગુનાહિત છે. પુરવઠા, ખોરાક અને ઔષધ વિભાગ અને આરોગ્યતંત્ર દ્વારા આ બાબતમાં સંકલિત કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
મહીસાગર કલેકટરની અધ્યક્ષતામાં કોરોના વાઇરસ COVID 19ના સંક્રમણની સલામતી અંગે બેઠક યોજાઇ જિલ્લાની ચાર સરકારી હોસ્પિટલ્સ લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર, અને વિરપુર ખાતે 25 પથારીના આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, કોરન્ટાઇન અંગે યોગ્ય વ્યવસ્થા, ખાનગી દવાખાનાઓમાં શરદી, ખાંસી અને તાવવાળા દર્દીઓને અલગ બેસાડી અગ્રતાના ધોરણે સારવાર આપવી તેમજ જિલ્લાની ખાનગી હોસ્પિટલો ખાતે આવશ્યક સંજોગોમાં ઉપયોગમાં લઇ શકાય તેવા હેતુસર 12 પથારીના આોઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલ્સને આઇસોલેશન બેડ્સ વધારવા તૈયારી રાખવા જણાવવામાં આવ્યું હોવાનું કલેકટરે કહ્યું હતું.
વધુમાં ચીફ જસ્ટીસની વિડીયો કોન્ફરન્સનો ઉલ્લેખ કરતા જિલ્લા કલેક્ટરે જિલ્લાની તમામ કોર્ટો અને વિવિધ મહેસૂલી કચેરી જેવી કે કલેકટર કચેરી, પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીઓમાં ચાલતાં મહેસુલી કેસોમાં મુદ્દતના દિવસે મોટી સંખ્યામાં પક્ષકારો અને વકીલો આવતા હોય છે. કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતિને જોતા સાવચેતીના ભાગરૂપે મહેસુલી કેસોમાં પક્ષકારો અને વકીલોને હાજર રહેવા દબાણ ન કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
મહીસાગર કલેકટરની અધ્યક્ષતામાં કોરોના વાઇરસ COVID 19ના સંક્રમણની સલામતી અંગે બેઠક યોજાઇ આ બેઠકમાં મહીસાગર જિલ્લા પ્રિન્સીપલ ડિસ્ટ્રક્ટ જજ ભાનુશંકર દવેએ જિલ્લાની કોર્ટોમાં પક્ષકારો અને વકીલોની અવર જવરને અનુલક્ષીને કોરોના વાઇરસ અંગેની સાવચેતીના પગલા રૂપે રચનાત્મક સુચનો કર્યા હતા. જિલ્લા આરોગ્ય અધિકારી સ્વપ્નીલ શાહએ શરીરનું તાપમાન ચકાસણી માટેના ઇન્ફ્રારેડ થર્મોમીટરના ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, અધિક નિવાસી કલેક્ટર આર.આર ઠક્કર, નાયબ પોલીસ અધિક્ષક એન.વી.પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર, પાલીકા તંત્ર, આરોગ્ય તંત્ર અને સંબધિત વિભાગો દ્વારા કોરોનાને અટકાવતી તકેદારીઓનું સંકલિત રીતે પાલન થાય તે માટે સતર્ક-સુસજ્જ રહેવા જિલ્લાના વિવિધ અધિકારીઓને લાયઝન તરીકે નિમણૂક કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.