ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં એક જ દિવસમાં 5,338 વ્યક્તિઓને અપાઇ કોરોના વેક્સિન - corona vaccination

મહીસાગર જિલ્લામાં કોરોના સંક્રમણ સામે વેક્સિનેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે. કોરોના રસીકરણથી કોરોના સામે રક્ષણ મળી રહે, તે માટે આ કામગીરીને વેગવંતી બનાવવામાં આવી રહી છે. જિલ્લામાં તારીખ 17 એપ્રિલના રોજ એક જ દિવસમાં જિલ્લાના 5,338 વ્યક્તિઓને કોરોના વેક્સિન આપવામાં આવી હતી.

મહીસાગરમાં કોરોના રસીકરણ
મહીસાગરમાં કોરોના રસીકરણ

By

Published : Apr 18, 2021, 6:41 PM IST

  • કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે તંત્ર સતર્ક બન્યું
  • મહીસાગર જિલ્લામાં કોરોના વેક્સિનેશન કાર્યક્રમ પૂરજોશમાં
  • એક જ દિવસમાં જિલ્લાના 5,338 વ્યક્તિઓને અપાઇ કોરોના વેક્સિન

મહીસાગર : કોરોના વાઇરસની બીજી લહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જે સંદર્ભે મહીસાગર જિલ્લાના નાગરિકોને સુરક્ષિત રાખવા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લામાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે નાનામાં નાની આરોગ્ય વિષયક કાળજી રાખીને કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં જિલ્લામાં 17 એપ્રિલના રોજ એક જ દિવસમાં જિલ્લાના 5,338 વ્યક્તિઓને કોરોના વેક્સિન આપવામાં આવી હતી.

લુણાવાડા તાલુકામાં સૌથી વધુ 1,587 વ્યક્તિઓએ રસીકરણ કરાવ્યું

આ પણ વાંચો -મહીસાગરમાં અત્યાર સુધી 2.33 લાખ લોકોનું કોરોના વેક્સિનેશન કરાયું

મહીસાગર જિલ્લામાં તાલુકા વાર વિગતો જોઈએ તો લુણાવાડા તાલુકામાં 1,587, સંતરામપુર તાલુકામાં 1,535, કડાણા તાલુકામાં 863, બાલાસિનોર તાલુકામાં 639, ખાનપુર તાલુકામાં 421 અને વીરપુર તાલુકામાં 293 વ્યક્તિઓએ રસીકરણ કરાવ્યું હતું.

આ પણ વાંચો -મહીસાગરના છ તાલુકામાં કોરોના રસીકરણ માટે મહાઅભિયાનનું આયોજન

ABOUT THE AUTHOR

...view details