- તંત્ર દ્વારા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સોને રસીકરણ
- બાલાસિનોર અને સંતરામપુર ખાતે રસીકરણનો પ્રારંભ
- બાલાસિનોર તાલુકા હેલ્થ કચેરીના જે.પી.પરમારને પ્રથમ રસીકરણ કરવામાં આવ્યું
મહીસાગરમાં CHC કેન્દ્રો ખાતે કોરોના રસીકરણનો પ્રારંભ
મહીસાગરઃ કોરોના વાઇરસના સંક્રમણનો અંત લાવવા સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના રસીકરણનું મહા અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં રસીકરણ માટે 4 કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. રસીકરણના બીજા તબક્કામાં જિલ્લાના બાલાસિનોર અને સંતરામપુરમાં કોરોના વોરિયર્સોને વેક્સિનેશન આપવામાં આવ્યુ હતું.
કોરોના રસીકરણ અભિયાન શરૂ
મહીસાગર જિલ્લામાં કોરોના સામે રક્ષણ આપતી કોવિડ રસીનું પ્રથમ તબક્કાનું રસીકરણ પૂર્ણ થયા બાદ આજે જિલ્લામાં બીજા તબક્કાનું કોરોના રસીકરણ અભિયાન શરૂ થયું છે. જે અંતર્ગત જિલ્લામાં આજે બાલાસિનોર આરોગ્ય કેન્દ્ર ખાતે 100 ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ અને સંતરામપુર આરોગ્ય કેન્દ્ર ખાતે કુલ 200 કોરોના વોરિયર્સનું રસીકરણ કરવામાં આવશે. બાલાસિનોર તાલુકા હેલ્થ ઓફિસર જે.પી.પરમારે પ્રથમ રસી મુકાવી કોરોના રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો.
ગેરસમજ ન ફેલાય તે માટે હકારાત્મક સંદેશો આપ્યો
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં પ્રથમ તબક્કામાં 200 કોરોના વોરિયર્સની જગ્યા પર 216 કોરોના વોરિયર્સનું રસીકરણ થયું હતું. તેથી જિલ્લામાં 108 ટકા રસીકરણ સાથે અગ્રેસર રહી કોરોના વેક્સિ નને લઈ કોરોના રસીકરણ માટે કોઈ ગેરસમજ ન ફેલાય તે માટે હકારાત્મક સંદેશો આપ્યો હતો.