મહીસાગર કલેક્ટર કચેરીના સભાખંડમાં 29 મેના રોજ સવારે 11 કલાકે ફાયર સેફ્ટી માટે બેઠક મળી હતી. બેઠકમાં આગના બનાવો કઈ રીતે અટકાવી શકાય તે માટે જરૂરી ચર્ચાઓ થઈ હતી. જિલ્લા કલેક્ટર આર. બી. બારડના પ્રમુખ પદે યોજાયેલી આ બેઠકમાં ફાયર સેફ્ટી માટે વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા. સેફ્ટી માટે સેફટેચ પ્રા.લી. સુરતના ડીરેક્ટર ગિરીશભાઈ ઉપાધ્યાય દ્વારા આગના અકસ્માતના બનાવો પર કઈ રીતે કાબૂ મેળવી શકાય તે માટે તેમણે ફાયર સેફ્ટી અંગેના જુદા-જુદા બનાવોનું રૂબરૂ નિદર્શન કરી સેફ્ટી અંગેનું વીડિયો પ્રેઝન્ટેશન દ્વારા અધિકારીઓને સમજ આપવામાં આવી હતી.
મહીસાગરમાં ફાયર સેફ્ટી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
મહીસાગરઃ જિલ્લામાં ફાયર સેફ્ટી સંદર્ભે જિલ્લાના અમલીકરણ અધિકારી સાથે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી. સુરત જેવી કોઈ હાનિ ન સર્જાય તે માટે વિચાર-વિમર્શ માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી.
hd
આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર આર.આર. ઠક્કર, પ્રાયોજના વહીવટદાર નિનામા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારી, જિલ્લા આયોજન અધિકારી, લુણાવાડા પ્રાંત અધિકારી અને જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સુરતના તક્ષશિલા આર્કેડમાં આગની ઘટનામાં 22 જીંદગીઓ હોમાઈ ગઈ છે. ત્યારબાદ તંત્ર અને સરકાર પર ખૂબ માછલાં ધોવાયા હતા. જેના કારણે તમામ જિલ્લામાં ફાયર સેફ્ટી મુદ્દે તંત્ર સજાગ થઈ ગયુ છે.