બાળ સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ મહીસાગર સહિત તાલુકા કાનૂની સેવાસત્તા મંડળ મહીસાગર, અભયમ-181, પોલીસ સ્ટેશનબેઝ સપોર્ટ સેન્ટરના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતાં. જેમાં પોક્સો એક્ટ-2012 અંતર્ગત બાલિકાઓને સદર કાયદાથી માહિતગાર કરવાના ઉદ્દેશ્યથી જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. બાળકોમાં આ અંગે વધુ જાગૃતિ આવે તે અંગે વિડીયો પ્રેઝેન્ટેશન અને ચર્ચા દ્વારા જાણકારી આપવામાં આવી હતી.
મહિસાગરમાં બાળ સુરક્ષા અંગે માર્ગદર્શન અપાયુ આ કાર્યક્રમમાં લીગલ કમ પ્રોબેશન ઓફિસર સતિષભાઈ પરમારે જણાવ્યું હતુ કે "ધોરણ 10 થી 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ગુડટચ-બેડટચ, બાળ અધિકારો, જે.જે.એક્ટ, બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમ, બાળ મજુરી પ્રતિબંધ અધિનિયમ તથા બાળ સુરક્ષા અંગેની વિડીયો કલીપ અને ચર્ચા દ્વારા સમજ આપવામાં આવી અને પોક્સો એક્ટ અંતર્ગત થતા જાતીય ગુનાઓ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં પોક્સો એક્ટમાં થયેલા નવા સુધારા વિશે પણ માહિતી આપી હતી".
કાર્યક્રમમાં બાળ સુરક્ષા એકમના હિતેશભાઈ પારગી, અભયમના કાઉન્સેલર ભાવિનાબેન આહિર, શિલ્પાબેન ગામીત, આચાર્ય હિતેશભાઈ પટેલ તથા સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતાં. તાલુકા કાનૂની સેવા સત્તામંડળના એડવોકેટ ધવલભાઈ દ્વારા શિક્ષણના અધિકાર સંબંધિત માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત 181 અભયમના કાઉન્સેલર દિપીકાબેન ડોડીયાર દ્વારા અભયમ હેલ્પલાઇનની માહિતી આપવામાં આવી હતી. જે મહિલાની સુરક્ષા માટે 24x7 દિવસ નિશુલ્ક સેવા છે. તેમજ મહિલાલક્ષી પ્રશ્નોને સલાહ-સુચન, મદદ, માર્ગદર્શન તથા બચાવની કામગીરી વિશે માહિતી આપી હતી.
ઉપરાંત મહિલા સહાયતા કેન્દ્રના સરલાબેન ભાભોર દ્વારા પોલીસ સ્ટેશનબેઝ સપોર્ટ સેન્ટરની કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી. સદર કાર્યક્રમનું આયોજન આચાર્ય દ્વારા અને સંચાલન દિનેશકુમાર વણકર દ્વારા કરવામાં આવ્યું હતું. તથા શાળાના આચાર્ય હિતેશભાઈ વાય.પટેલ દ્વારા બાળાઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા બદલ જિલ્લા બાળ સુરક્ષા એકમનો આભાર વ્યક્ત કર્યો હતો.