મહીસાગર જીલ્લામાં લુણાવાડાના લૂણેશ્વર મહાદેવ મંદિર ખાતે સાધક બહેનોએ શીતળા માતાની માટીની મુર્તિને સ્થાપિત કરી આજે પુજા કરી હતી. શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવામાં આવે છે અને વ્રતધારી સાધક બહેનો પૂજા કર્મને પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજીને જે બહેનો પૂજા વિધિ કરે છે, તેમના ઉપર આદ્ય શક્તિ શીતળા માતા અતિ પ્રશન્ન થાય છે અને આજીવન શીતળા માતાની અનુભૂતિ થાય છે. શીતળા સાતમના આગલા દિવસે રાધાન છઠ્ઠ કહેવાય છે.
મહીસાગરમાં શ્રદ્ઘાપૂર્વક કરાઈ શીતળા સાતમની ઉજવણી - લૂણેશ્વર મહાદેવ
મહીસાગરઃ શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવાય છે. મહીસાગરમાં પણ મહિલાઓ દ્વારા શીતળા માતાની આરાધના કરવામાં આવી હતી.
રાધન છઠ્ઠના દિવસે રાંધી લીધા બાદ બહેનો ગેસ ચૂલા વિગેરે સાધનોની પૂજા કરે છે અને બીજા દિવસે પ્રાતઃકાળ ઉઠી ઠંડા પાણીથી સ્નાન કરી શીતળા માતાની પૂજા કરે છે. આ દિવસે ચૂલો સળગાવામાં આવતો નથી અને આખો દિવસ ઠંડુ ખાવાનું હોય છે અને શીતળા માતાની વાર્તા સાંભળવાની હોય છે અને માટે આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ પણ કહેવામાં આવે છે. આ પર્વના દિવસે બહેનો શીતળા માતાને પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે.
ગુરુવારે શીતળા સાતમના દિવસે મહીસાગર જિલ્લાની બહેનો વહેલી સવારથી જ શીતળા માતાની પૂજા કરવા મંદિર પહોંચી ગયા હતાં. મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનોએ શીતળા માતાને દૂધ પાણીનો અભિષેક કરી પ્રસાદમાં લાડુ ધરાવી દીવો કરીને પૂજા અર્ચના કરી શીતળા સાતમની ઉજવણી કરી હતી.