લુણાવાડા: કોરોના વાઇરસનું સંક્રમણ સમગ્ર દેશમાં વધુ ફેલાય નહીં તે માટે કેન્દ્ર સરકાર દ્વારા 25 માર્ચના રોજ સમગ્ર દેશમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને તમામ પ્રકારનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. આ સાથે જ રાજયની સરહદો પણ બંધ કરી દેવામાં આવી હતી. તેવા સમયે મહીસાગર જિલ્લામાં કેટલાક પરપ્રાંતીય અટવાયા હતા જેમને સરકાર દ્વારા આવા પરપ્રાંતીય રહેવા જમવાની સંપૂર્ણ સુવિધાઓ સાથે શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા હતા.
લોકડાઉનઃ મહીસાગરમાં ફસાયેલા પરપ્રાંતીયોને રાજ્યની બોર્ડર સુધી મુકવા બસ રવાના
દેશમાં કોરોના વાઇરસની મહામારીનું સંક્રમણ અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને તમામ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. તેવા સમયે મહીસાગર જિલ્લામાં કેટલાક પરપ્રાંતીય અટવાયા હતા. જેમને સરકાર દ્વારા શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા હતા.આ અટવાયેલા પરપ્રાંતીયને સોમવારે મહીસાગર જિલ્લા કલેકટરની સૂચના અનુસાર તેમને તેમના રાજ્યની બોર્ડર સુધી મુકવા જવા માટે GSRTCની બે બસ રવાના થઈ હતી.
સોમવારે રાજસ્થાન રાજ્યના મહીસાગરના કડાણામાં અટવાયેલા 26 વ્યક્તિઓ તેમજ લુણાવાડામાં અટવાયેલા 15 વ્યક્તિઓ મળી કુલ 41 વ્યક્તિઓને સંપૂર્ણ વ્યવસ્થા સાથે મહીસાગર જિલ્લા કલેકટરની આર.બી.બારડની સૂચના અનુસાર તેમને ગુજરાત રાજસ્થાનની રતનપુર બોર્ડર સુધી GSRTC ની બસ દ્વારા મુકવા જવા માટે લુણાવાડા બસ સ્ટેન્ડ પરથી બે બસ રવાના થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, લૉકડાઉનને લીધે મહીસાગરમાં ફસાયેલા આ પરપ્રાંતી લોકો માટે સરકારે શેલ્ટર હોમની વ્યવસ્થા કરી હતી અને તેમને જમવાની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી.