મહીસાગર: જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારીની રાહબરીમાં પાંડરવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા હેલ્થે એન્ડ વેલનેસ કેન્દ્ર બાકોર ખાતે આરોગ્ય કેન્દ્રની ટીમ તેમજ રેડ ક્રોસ સોસાયટીની ટીમ દ્વારા રક્તદાન કેમ્પ યોજાઇ ગયો. આ રકતદાન કેમ્પરમાં 23 જેટલા રકતદાતાઓએ રક્તનું દાન કરીને કોરોના સામેની લડતમાં પોતાનું યોગદાન આપ્યું હતું.
મહીસાગરઃ પાંડરવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા બાકોર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી વચ્ચે પણ જિલ્લાની એનેમીક સગર્ભા મહિલાઓને તેમજ થેલેસેમિયાના દર્દીઓ સાથે કોરોનાના દર્દીઓને નિ:શુલ્ક ધોરણે રક્ત મળી રહે તે માટે જિલ્લાન આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લામાં અવાર-નવાર રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ રક્તદાન કેમ્પમાં કોરોના વાઇરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટેના સરકારની ગાઇડલાઇનના દિશા-નિર્દેશોનું પાલન અને ફરજિયાત માસ્કનો ઉપયોગ તેમજ સામાજિક અંતર જાળવવાનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યુ હતું. આ રક્તદાન કેમ્પમાં રકતદાતાઓ જ્યારે કેમ્પના સ્થળે આવ્યા, ત્યારે તેમને થર્મલ ગનથી આરોગ્ય તપાસ કરી તેમના હાથ સાફ કરવા માટે હેન્ડવોશ તેમજ સેનિટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે જ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરનારા દરેક રક્તદાતાને રેડક્રોસ સોસાયટી પંચમહાલ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં. આ રક્તદાન કેમ્પમાં 23 યુનિટ બ્લડ કલેક્શન કરવામાં આવ્યું હતું.