ગુજરાત

gujarat

ETV Bharat / state

લુણાવાડાના ઉંબેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો, 39 યૂનિટ બ્લડ એકત્રિત કરાયું

કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી વચ્ચે પણ જિલ્લાની એનેમિક સગર્ભા મહિલાઓને તેમજ થેલેસેમિયાના દર્દીઓ તેમજ કોરોનાના દર્દીઓને નિ:શુલ્ક ધોરણે અવિરતપણે રક્ત મળી રહે અને સારવારમાં અવરોધ ઉભો ન થાય તે માટે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા જિલ્લામાં અવારનવાર રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સંતરામપુર તાલુકા હેલ્થ કચેરીના ઉંબેર પ્રાથમિક આરોગ્ય કેન્‍દ્ર ખાતે ડૉ. ધર્મિષ્ઠાબેન, ડૉ. દામા અને અને તેમની ટીમ તેમજ રેડક્રોસ સોસાયટીની ટીમ દ્વારા મંગળવારના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

લુણાવાડાના ઉંબેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
લુણાવાડાના ઉંબેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

By

Published : Sep 9, 2020, 8:11 PM IST

મહીસાગર: આ રક્તદાન કેમ્પમાં જ્યારે રક્તદાતાઓ આવ્યા ત્યારે તેમને થર્મલ ગનથી આરોગ્ય તપાસ કરી તેમના હાથ સાફ કરવા માટે હેન્ડવોશ તેમજ સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે સિનિયર મેડિકલ ઓફિસર બિરેન્દ્રસીંગે રક્તદાન કેમ્પમાં કોરોનાને ધ્યાનમાં લઇ સાવચેતીના તમામ પગલા સુનિશ્ચિત કરવાની સાથે રક્તદાતાઓની બેડશીટ બદલવી અને તમામ સામગ્રી જંતુરહિત રહે તેનું સુચારુ આયોજન કર્યું હતું. ઉપરાંત આ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરનારા દરેક રક્તદાતાને રેડક્રોસ સોસાયટી પંચમહાલ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

આ રક્તદાન કેમ્પમાં 39 યૂનિટ બ્લડ કલેક્શન કરવામાં આવ્યું હતું. રક્તદાન એ શ્રેષ્ઠ મહાદાન છે જેના વડે કોરોનાના દર્દીઓ, એનેમિક સગર્ભા બહેનો અને થેલેસેમિયાના દર્દીઓને પણ જરૂર પડે તો આ સંગ્રહ કરેલા રક્તનો પ્રવાહ પહોંચાડી શકાશે અને કોરોના મહામારીના સમય વચ્ચે પણ રક્તની ઉણપ ઉભી થશે નહિ. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં કોરોનાની આ વૈશ્વિક મહામારી તથા લોકડાઉન અને અનલોક દરમિયાપણ જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા રક્તદાન પ્રવૃત્તિ અવિરતપણે ચાલી રહી છે. જેના ભાગરૂપે મે-2020થી 8 સપ્ટેમ્બર સુધીમાં જિલ્લામાં 20 જેટલા રક્તદાન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ 20 રક્તદાન કેમ્પોમાં 931 રક્તદાતાઓએ રક્તદાન કરી રક્તદાન મહાદાનના મંત્રને સાર્થક કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details