મહિસાગર : ચીનમાંથી ફેલાયેલો કોરોના વાઇરસને કારણે વિશ્વ આખું મહાસંકટમાં મુકાયું છે. જેને WHOએ કોરોના વાઇરસને વૈશ્વિક મહામારી ઘોષિત કરેલી છે, ત્યારે જનતામાં ખોફનાક વાઇરસથી બચવા જાગૃતતા આવવી જરૂરી છે. જે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. મહિસાગરના બાલાસિનોર નગરપાલિકાની જનતાને કોરોના વાઈરસથી બચાવવા કયા પ્રકારની સાવધાની રાખવી જોઈએ, તે વિશેની જાગૃતતા લઇ આવવા શહેરના તમામ વોર્ડમાં ટ્રેક્ટરમાં લીમડો, ગૂગળ, અને કપૂર જેવી આયુર્વેદિક વસ્તુઓનો ધુમાડો કરી કોરોના વાઇરસથી બચવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
બાલાસિનોર પાલિકા દ્વારા કોરોનાથી બચવા આયુર્વેદિક ધુપ-ધુમાડાનું અભિયાન હાથ ધરાયું
કોરોના વાઇરસનો કહેર વિશ્વમાં ફેલાઇ ગયો છે, ત્યારે જનતાને ખોફનાક વાઇરસથી બચવું જરૂરી બન્યું છે. આ કોરોના વાઇરસથી જનતાને બચાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. મહિસાગરના બાલાસિનોર નગરપાલિકા દ્વારા શહેરીજનોને કોરોનાથી બચવા કેવા પ્રકારની સાવધાની રાખવી જોઈએ, તે વિશે જાગૃતતા લઇ આવવા અને સાવચેતી રૂપે શહેરમાં લીમડો, ગુગર, કપુર, જેવી આયુર્વેદિક વસ્તુઓથી ધુપ-ધુમાડાનું અનોખુ જાગૃતતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
બાલાસિનોર
આ સાથે બાલાસિનોર નગરપાલિકા દ્વારા દેશના વડાપ્રધાને આપેલો સંદેશો, 22 તારીખના રવિવારે સવારે 7 કલાકથી રાતના 9 કલાક સુધી ઘરમાં જ રહેવા અને ઘર બહાર ન નીકળી જનતા કર્ફ્યુનો પાલન કરવા માટે સમગ્ર બાલાસિનોર શહેરીજનોને નગરપાલિકા ચીફ ઓફિસર ભદ્રેશ પટેલ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત 22મી એ બાલાસિનોરમાં સંપૂર્ણ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે દુકાનો ખુલ્લી રહેશે તેવું જણાવ્યું છે.