મહિસાગર: જિલ્લાના બાલાસિનોરમાં મધ્ય ગુજરાત વીજ કંપનીના 19 લાઇનમેન / વાયરમેનનું કોરોના વોરિયર્સ તરીકે લાયન્સ ક્લબ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. બાલાસિનોર અને આસપાસના વિસ્તારોમાં કોરોનાની કઠીન પરિસ્થિતિમાં પણ પ્રજાજનોને સતત વીજળી પુરવઠો મળતો રહે તેવી કામગીરી MGVCL ના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.
બાલાસિનોર લાયન્સ ક્લબે MGVCL કર્મચારીઓનું કોરોના વોરિયર્સ તરીકે સન્માન કર્યું
બાલાસિનોર લાયન્સ ક્લબ દ્વારા MGVCL વીજ કંપની બાલાસિનોરમાં કામ કરતા કર્મચારીઓમાં લાઈનમેન, વાયરમેન તેમજ બીલીંગ સ્ટાફના કર્મચારીઓએ કોરોના કાળમાં વીજ પુરવઠો સતત ચાલુ રાખી પ્રશંસનીય કામગીરી કરી છે. આ તમામ કર્મચારીઓનું કોરોના વોરિયર્સ તરીકે ભેટ આપી સન્માન કરાયું છે.
કોરોના કહેરમાં પણ પ્રજાજનોને સતત વીજળી પુરવઠો મળતો રહે તે માટે તેમજ રીપેરીંગ માટે પણ સતત કાર્યશીલ રહ્યા છે. મધ્ય ગુજરાત વીજ કંપનીના 19 જેટલા વાયરમેન/લાઈનમેન કર્મચારીઓનું બાલાસિનોર લાયન્સ ક્લબ દ્વારા પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત મધ્ય ગુજરાત વીજ કંપનીના દરેક કર્મચારીઓને માસ્ક અને સેનિટાઈઝર બોટલનું વિનામૂલ્યે વિતરણ કરી, કોરોનામાં સાવધાન રહો સાવચેત રહોના સૂત્રને પણ સાર્થક કર્યું હતું. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબના પ્રમુખ પ્રવીણ સેવક, મંત્રી ગીરીશભાઈ ચૌહાણ તેમજ અન્ય સભ્યો ઉપરાંત મધ્ય ગુજરાત વીજ કંપની એન્જિનિયર રાજેશ ભાઈ વસોયા, ઈજનેર ડી.એન. ઉપાધ્યાય, બી.એલ.પટેલીયા અને સ્ટાફ કર્મચારીઓ હાજર રહ્યા હતા.