બાલાસિનોર APMC ચૂંટણીમાં 16 બેઠકો માટે 37 ઉમેદવારો મેદાનમાં
બાલાસિનોર માર્કેટયાર્ડની આવતી કાલે 8મી સપ્ટેમ્બરે ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે બાલાસિનોર APMCની 16 બેઠકોની ચૂંટણી માટે 37 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યાં છે અને ચૂંટણી જીતવા દરેક ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે.
બાલાસિનોર APMC ચૂંટણીમાં 16 બેઠકો માટે 37 ઉમેદવારો મેદાનમાં
By
Published : Sep 7, 2021, 3:21 PM IST
માર્કેટયાર્ડની 16 બેઠકો માટે 37 ઉમેદવારો મેદાનમાં
ચુંટણીને લઈ સહકારી રાજકારણ ગરમાયું
આવતીકાલે મતદાન, પરમ દિવસે પરિણામ
બાલાસિનોર: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી માટે APMC ખાતે બે દિવસ પહેલાં ફોર્મ ભરાયા હતા. ઉમેદવારોનો વહેલી સવારથી જ ફોર્મ લેવા અને જમા કરવા માટે ઘસારો જોવા મળ્યો હતો. ચુંટણી ને લઈને ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. 8 સપ્ટેમ્બર બુધવારના રોજ તેનું મતદાન યોજાશે. જ્યારે 9 સપ્ટેમ્બરના રોજ મતગણતરી કરાયા બાદ પરિણામ જાહેર કરાશે.
માર્કેટની કુલ બેઠકો
ખેડૂત
10
વેપારી
04
ખરીદ વેચાણ
02
કુલ
16
કુલ 40 ફોર્મ ફરાયા
બાલાસિનોર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીની 16 બેઠકો માટે ખેડૂત વિભાગ, વેપારી વિભાગ અને ખરીદ વેચાણના ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગત શુક્રવારે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે કુલ 27 ફોર્મ, વેપારી વર્ગની 4 બેઠકો માટે 5 અને ખરીદ વેચાણની 2 બેઠકો માટે 8 ફોર્મ આવ્યા હતા.
વિભાગ વાર મતદારો
ખેડૂત વિભાગ
514
વેપારી વિભાગ
035
ખરીદ વેચાણ
304
કુલ
853
8મી સપ્ટેમ્બરે મતદાન અને 9મીએ પરિણામ
બાલાસિનોર ખરીદ વેચાણ સંઘની કુલ 16 બેઠકો માટે 37 ફોર્મ ભરાયા હતા. બાલાસિનોર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીનું મતદાન 8મી સપ્ટેમ્બરના રોજ યોજાશે અને 9મી સપ્ટેમ્બરે મતગણતરી બાદ પરિણામ જાહેર કરાશે.