મહીસાગર:ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં કોવિડ-19 જન આંદોલન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે જન આંદોલન અભિયાનના ભાગ રૂપે મહીસાગર કલેકટર દ્વારા કોરોના જાગૃતિ માટે શપથની અપીલ કરવામાં આવી હતી.
કોરોના જાગૃતિ માટેના શપથ ગ્રહણ કરવા મહીસાગર કલેક્ટરની અપીલ
ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં કોવિડ-19 જન આંદોલન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે જન આંદોલન અભિયાનના ભાગ રૂપે મહીસાગર કલેકટર દ્વારા કોરોના જાગૃતિ માટે શપથની અપીલ કરવામાં આવી હતી.
ભારત સરકાર દ્વારા કોવિડ-19 જન આંદોલન અભિયાન સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજયમાં પણ કોરોના મહામારીમાં અટકાયત અંગે આ જન આંદોલનના ભાગરૂપે 15 મી ઓક્ટોબર 2020ના રોજ સમગ્ર જિલ્લાની તમામ સરકારી કચેરીઓ, અર્ધ સરકારી કચેરીઓ, બોર્ડ કોર્પોરેશનો, નિગમો સહિત જિલ્લાના પ્રબુધ નાગરિકો, ધર્મગુરૂઓ, સામાજિક-સ્વૈચ્છિક સંગઠનો, વ્યાપારીઓ, મહાજનો, અને સમાજના તમામ વર્ગોને કોરોના જાગૃતિ માટેના શપથ ગ્રહણ કરવા કલેક્ટર આર.બી.બારડે અપીલ કરી હતી.
આ જન આંદોલનના ભાગરૂપે સમાજના તમામ વર્ગોએ હું માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળું, દરેકથી ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર જાળવીશ, વારંવાર સાબુથી હાથ ધોઇશ કે સેનિટાઇઝરનો ઉપયોગ કરીશ, મારી તથા મારા સ્વજનોની રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષની ઉપચાર પધ્ધતિઓ અપનાવીશ અને યોગ-વ્યાયામ ઇત્યાદિથી જીવનશૈલી સુધારીશ તથા મારા પરિવાર અને સમાજના વડીલો, બાળકો અને બિમાર લોકોની વિશેષ કાળજી રાખીશ તેવા શપથ ગ્રહણ કરવા કલેક્ટરે અનુરોધ કર્યો હતો.