ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરના લુણાવાડામાં કૃષિ મેળો તેમજ તાલીમ કાર્યક્રમ યોજાયો

મહીસાગર: વડાપ્રધાન મોદી 2022 સુધીમાં દરેક ખેડૂત પરિવારની આવક બમણી કરવાની આકાંક્ષા સેવી રહ્યાં છે. જે અંતર્ગત મહીસાગરના લુણાવાડામાં વડોદરા વિભાગના એમ.કે.કુરેશીના અધ્યક્ષસ્થાને કૃષિ કૌશલ્ય તાલીમ વિકાસ કાર્યક્રમ અંતર્ગત કૃષિ મેળો તેમજ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.જે.પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

મહીસાગરના લુણાવાડામાં કૃષિ મેળો તેમજ તાલીમ કાર્યક્રમ યોજાયો

By

Published : Jul 11, 2019, 10:40 AM IST

આ કાર્યક્રમ દરમિયાન કુરેશીએ જણાવ્યું હતું કે, સર્ટીફાઇડ બિયારણ-અદ્યતન ખેત પધ્ધતિથી ખેતી કરીને તમારી આર્થિક સધ્ધરતા વધે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ સમય દરમિયાન સરકારના વિવિધ ખાતાઓની યોજનાઓ તથા ખેડૂતોના પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોને ખાસ કરીને જમીન અને પાણીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અનુકુળ પાકનું આયોજન, માર્કેટીંગ વ્યવસ્થા, પાકોના મુલ્યવર્ધન માટે ગ્રેડીંગ, પ્રોસેસીંગ, પેકેજીંગ અંગે સમજ તેમજ વિસ્તારને અનુરૂપ વધુ ઉત્પાદન આપતા પાકો માટે માર્ગદર્શન આપવાનું આયોજન કર્યું છે. કૃષિમાં સમતોલ ઇનપુટ્સ સેન્દ્રીય ખાતર, સુધારેલ અને પ્રમાણિત બિયારણ તેમજ સુધારેલા ખેત ઓજારોનો ઉપયોગ કરવાની હિમાયત કરી હતી.

મહીસાગરના લુણાવાડામાં કૃષિ મેળો તેમજ તાલીમ કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.જે.પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વેજલપુરના ડૉ. કનકલત્તાબહેન, જમીન વિજ્ઞાન નિષ્ણાંત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડૉ.એ.કે.રાવ તેમજ વિશાળ સંખ્યામાં પંચમહાલ અને મહીસાગર જિલ્લાના ખેડૂત ભાઇઓ તથી બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details