મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં વિકાસના કાર્યોની સમીક્ષા કરવા તેમજ આગામી સમયને લઇને આયોજન કરવા માટે બેઠક યોજાઇ હતી. કડાણાને વિકાસના પંથે આગળ ધપાવવા માટે વર્ષ આધારે વિવિધ વિભાગોના સ્વૈચ્છીક સંસ્થાઓના પ્રોજેકટ અમલમાં મૂકવા અંગે જણાવ્યું હતું. તો આરોગ્ય, શિક્ષણ, પશુપાલન, સિંચાઇ, પાણી પુરવઠા, રોજગાર તાલીમ અને વ્યક્તિગત લાભો તથા સામૂહીક લાભો વિશે ચર્ચા વિચારણા કરાઇ હતી.
આ બેઠકમાં અમલીકરણ અધિકારીઓ પ્રભારી સચિવ જાદવે જણાવ્યું હતું કે, આ તાલુકાને સરકાર તરફથી વિકાસ માટે અલગ -અગલ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. સામુહિક ઇન્ફાસ્ટ્રકચર ડેવલોપ કરવા સરકારના જુદા-જુદા વિભાગો દ્વારા પણ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આ ગ્રાન્ટનો સદ્ઉપયોગ થાય અને ખરેખર જરુરિયાતવાળા લોકોને લાભ મળે અને લોકોની આવકમાં વૃધ્ધિ થાય તેવા કાર્યોને અગ્રતા આપવામાં આવશે.