ગુજરાત

gujarat

ETV Bharat / state

કલેશ્વરીનાળના વિકાસ માટે પ્રવાસન વિભાગે 39.12 લાખની ગ્રાન્ટ ફાળવી - વિવિધ સુવિધા

મહીસાગરઃ મહીસાગર જિલ્લાની આગવી ઓળખ એટલે કલેશ્વરીમાતા અને ત્યાંનું શિવમંદિર જે બારમી સદીના શિલ્પ સ્થાપત્યોની કલાકૃતિ આંખને ઠારતી અદભુત શિલ્પકૃતિઓ છે. પ્રવાસન-પકૃતિ માટેની અદભુત આ જગ્યામાં વિચરતી-વિમુક્ત જાતિઓના કલા સંસ્કૃતિનો મહા શિવરાત્રીએ મોટો મેળો ભરાય છે. ત્યારે આ સ્થળનો વિકાસ કરવા ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્રારા રૂપિયા 39.12 લાખની ફાળવણી કરવામાં આવી છે.  કરી પ્રવાસીઓ માટે આ સ્થળમાં વિવિધ સુવિધાઓ ઉભી કરવામા આવશે.

સ્પોટ ફોટો

By

Published : Aug 27, 2019, 1:28 PM IST

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલું શિલ્પ સ્થાપત્ય અને લીલી વનરાજી વચ્ચે કલેશ્વરી સ્મારકસમુહ દિન પ્રતિદિન લોક હદયમાં તેના કલા-કસબથી સ્થાન મેળવી રહ્યું છે. ભાતીગળ લોક સંસ્કૃતિથી આજના વોટસપ અને પ્રચારમાધ્યમોથી ગુજરાતમાં પ્રસરી રહ્યું છે. એટલું જ નહી ભારતભરમાં પણ વિસ્તાર પામતું જાય છે. માનવીની ભવાઇ કાળું રાજું અને મળેલા જીવના કાનજી અને જીવીના પાત્રની પટકથાનો પ્રદેશ એટલે કલેશ્વરીનાળમાં પાંગરેલો પ્રેમ પણ નવલકથામાં વર્ણનમાં આવે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્રારા કલેશ્વરી નાળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું કાર્ય હાથ ધરાયું છે. તે માટે જિલ્લા પ્રવાસન સમિતિ દ્રારા આ સ્થળના વિકાસ માટે તેને જિલ્લાના પ્રવાસન સ્થળોમાં સમાવેશ કરવામા આવ્યો છે. તેના માટે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્રારા રૂપિયા 39.12 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેથી પ્રાચીન પુરાતત્વીય વારસો ધરાવતા આ સ્થળમાં વિવિધ સુવિધાઓ ઉભી કરી અહીયાં આવતા પ્રવાસીઓને સગવડો પુરી પાડી શકાય.

કલેશ્વરીનાળ
કલાકૃતિ
કલેશ્વરીનાળના વિકાસ માટે પ્રવાસન વિભાગ દ્રારા 39.12 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી
કલેશ્વરીનાળ

તે માટે જિલ્લા પ્રવાસન સમિતિ દ્રારા વન વિભાગને રૂપિા 39.12 લાખની ફાળવણી કરી અહીયાં વી.આઇ.પી ટેન્ટ વિવિધ સુવિધાઓ સહિત, જનરલ ટેન્ટ, કિચન હોલ, પાર્કિગ સાઇટ, શુધ્ધ પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલયની સુવિધા અને વન કેડી જેવી વિવિધ સુવિધાઓ ઉભી કરી અહિ આવતા પ્રવાસીઓને પુરતી સુખ સગવડો પુરી પાડવા જિલ્લા પ્રવાસન સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે. જે હાલમાં કામગીરી પ્રગતિમાં છે. આ સ્થળ જિલ્લાના વિકાસની નવી કેડી કંડારશે તેમાં કોઇ બેમત નથી. આપની આ રમણીય અને પ્રાચીન પુરાતત્વીય વારસો ધરાવતા સ્થળની એક મુલાકાત તમારા જીવનનું યાદગાર શમણું બની જશે.

શિલ્પ સ્થાપત્યો

ABOUT THE AUTHOR

...view details