ગુજરાત

gujarat

ETV Bharat / state

વર્ષોથી સરકારી સહાય ન મળતા મહીસાગરના ખેડૂતે તાલુકા પંચાયત કચેરીમાં જ આપઘાત કર્યો

મહીસાગરમાં એક ખેડૂતે આપઘાત કરી લેતા હાહાકાર મચી ગયો છે. ખાનપુર તાલુકા પંચાયત ખાતે વયોવૃદ્ધ ગરીબ ખેડૂતે વર્ષોથી સહાય ન મળતી હોવાથી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. ખેડૂતે આપઘાત પહેલા એક ચિઠ્ઠી લખી હતી તેમાં તેમણે આ ઉલ્લેખ કર્યો હતો.

વર્ષોથી સરકારી સહાય ન મળતા મહીસાગરના ખેડૂતે તાલુકા પંચાયત કચેરીમાં જ આપઘાત કર્યો
વર્ષોથી સરકારી સહાય ન મળતા મહીસાગરના ખેડૂતે તાલુકા પંચાયત કચેરીમાં જ આપઘાત કર્યો

By

Published : Jan 5, 2021, 9:36 AM IST

  • મહીસાગરના ખાનપુર તાલુકાના વાદરવેડ ગામે ખેડૂત આપઘાત મામલો
  • આપઘાત કરતાં પહેલા અંતિમ પત્ર લખી પોતાની વ્યથા સરકાર સમક્ષ મૂકી
  • વર્ષોથી ધક્કા ખાધા છે અને કોઈ સહાય ન મળી હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ

મહીસાગરઃ જિલ્લાના ખાનપુર તાલુકાના વાદરવેડ ગામે રહેતા બળવતસિંહ ચારણ નામના ખેડૂતે ખાનપુર તાલુકાના બાકોર ગામે આવેલી તાલુકા પંચાયત કચેરીમાં આવી તાલુકા પંચાયતના પ્રથમ માળે આવેલ સિડીની ડ્રિલિંગ સાથે રસી બાંધી ગળે ફાંસો ખાધો હતો ખેડૂત દ્વારા કચેરીમાં આવ્યા બાદ આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. હાલ તો બાકોર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ખેડૂતની આપઘાત બાદ પરિવારનો આક્ષેપ છે કે, ઘરની સહાય માટે અવાર નવાર તાલુકા પંચાયતના ધર્મ ધક્કા ખાવા છતાં સહાય ન મળતા આજે તાલુકા પંચાયત ગયા હતા જ્યાં તેમણે દોરી વડે ગળે ફોસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.

વર્ષોથી સરકારી સહાય ન મળતા મહીસાગરના ખેડૂતે તાલુકા પંચાયત કચેરીમાં જ આપઘાત કર્યો
મૃતક ખેડૂતે ધારાસભ્ય અને સાંસદ રતનસિંહને ઉદ્દેશીને અંતિમ ચિઠ્ઠી લખી

ખાનપુર તાલુકાના વાદરવેડ ગામના ખેડૂતના આપઘાતના કેસમાં મૃતકની અંતિમ ચિઠ્ઠી સામે આવી છે. ખેડૂતે આપઘાત પહેલા અંતિમ પત્ર લખી પોતાની વ્યથા સરકાર સમક્ષ મૂકી છે. મૃતકે સ્થાનિક MLA જિગ્નેશ સેવક
અને સાંસદ રતનસિંહને ઉદ્દેશીને આ અંતિમ ચિઠ્ઠી લખી હતી. તે ભાજપનો સમર્થક હોવા છતાં સ્થાનિક કક્ષાએ કોઈ મદદ મળતી ન હતી. ખેડૂતે પોતાને સરકારની આર્થિક સહાય ના મળતી હોવાના આક્ષેપ સાથે આપઘાત કર્યો હતો. ખેડૂતે પત્રમાં લખ્યું હતું કે, તે ગરીબ છે અને તે વર્ષોથી ભાજપમાં છે અને મદદની જરૂર છે. બાકોર પંચાયત ભવનમાં વર્ષોથી ધક્કા ખાધા છે અને કોઈ સહાય ન મળી હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સ્થાનિક ધારાસભ્ય અને મામલતદાર સહિતના અધિકારીઓ ખેડૂતના પરિવાર જનોને સમજાવ્યા

ઘટનાની જાણ થતા બાકોર પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, ઘટનાની જાણ થતાં મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી, ધારાસભ્ય જિગ્નેશ સેવક પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. મૃતક ખેડૂતના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. હાલમાં મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ લઈ જવાયો છે.

ABOUT THE AUTHOR

...view details