લુણાવાડા: સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડત આપી રહ્યું છે. ત્યારે આ વૈશ્વિક મહામારી કોરોનાના સંક્રમણને અટકાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉન સમય દરમિયાન કેટલાક રાજ્યના તો કેટલાક રાજ્ય બહારના લોકો જે પોતાના વતન તરફ જઈ રહ્યા હતા. તેઓને મહિસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવાના હેતુસર જિલ્લામાં જ રોકી દેવામાં આવ્યા હતા.
મહીસાગરમાં લોકડાઉનમાં અટવાયેલા 25 શ્રમિકોને શેલ્ટર હોમમાંથી પોતાના કાર્યક્ષેત્રમાં જવા રવાના કરાયા
સરકારના નિર્ણય અનુસાર લુણાવાડા શેલ્ટર હોમના 16 જેટલા શ્રમિકોને તંત્ર દ્વારા આરોગ્યલક્ષી ચકાસણી કરી અને એક મંજૂરી પત્ર આપી સાથે ભોજન નાસ્તાની પણ વ્યવસ્થા કરી વાહનની સુવિધા સાથે પોતાના કાર્યક્ષેત્ર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ લોકો માટે જિલ્લામાં શેલ્ટર હોમમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. અને શેલ્ટર હોમમાં તેમને રહેવા સાથે જમવાની તેમજ તેમને આરોગ્યલક્ષી સુવિધાઓ પણ આપવામાં આવી હતી. પરંતુ સરકારના નિર્ણય અનુસાર રાજ્યના અન્ય જિલ્લામાં વસતા લોકોને લુણાવાડા પોલન સ્કૂલ શેલ્ટર હોમના 16 જેટલા શ્રમિકોને તંત્ર દ્વારા આરોગ્યલક્ષી ચકાસણી કરી અને એક મંજૂરી પત્ર આપી સાથે ભોજન નાસ્તાની પણ વ્યવસ્થા કરી વાહનની સુવિધા સાથે પોતાના કાર્યક્ષેત્ર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત કડાણા તાલુકાના શેલ્ટર હોમમાંથી 09 જેટલા શ્રમિકોને પણ અન્ય જિલ્લામાં રવાના કરાયા છે. આમ મહિસાગર જિલ્લામાં આવેલ ત્રણ શેલ્ટર હોમમાં 134 શ્રમિકોમાંથી 25 શ્રમિકોને રાજ્યનાં અન્ય જિલ્લામાં કામ કરતા હતા. તેઓને પોતાના કાર્યક્ષેત્રમાં પહોંચાડવામાં આવ્યા છે.