ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર જિલ્લામાં કોરોનાના વધુ 11 કેસ નોંધાયા, કુલ આંકડો 649

મહીસાગર જિલ્લામાં કોરોના વાઈરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં ગુરુવારના રોજ કોરોનાના 11 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 649 થઈ છે. જિલ્લામાં આજે વધુ 11 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

corona
મહીસાગર

By

Published : Aug 28, 2020, 9:27 AM IST

મહીસાગર: જિલ્લામાં ગુરુવારના રોજ વધુ 11 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં બાલાસિનોરમાં 6, લુણાવાડામાં 4 અને સંતરામપુરમાં 1 કેસ મળીને જિલ્લામાં કુલ આંકડો 649 થયો છે. ગુરુવારના 11 દર્દીઓ સ્વસ્થ થતાં અત્યાર સુધીમાં 545 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે. જિલ્લામાં કોરોના વાઈરસને કારણે કુલ 36 લોકોએ જીવ ગુમાવ્યો છે.

મહીસાગાર જિલ્લામાં કોરોનાના કુલ 19,689 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમજ જિલ્લાના 370 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં હોવાનું મુખ્ય જિલ્લા અધિકારીએ જણાવ્યું છે. મહિસાગર જિલ્લામાં કોરોનાના કારણે 23 દર્દીઓ કે.એસ.પી. હોસ્પિટલ-બાલાસિનોર, 3 દર્દી ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ-લુણાવાડા 18 દર્દી હોમ આઈસોલેશન, 4 દર્દી શીતલ નર્સિંગ હોમ-લુણાવાડા, 6 દર્દીઓ S.D.H. સંતરામપુર તેમજ અન્ય 14 દર્દીઓ જિલ્લા બહાર સારવાર લઇ રહ્યા છે.

હાલ મહીસાગર જિલ્લામાં 68 કોરોના કેસ એક્ટિવ છે. કોરોના પોઝિટિવ આવેલા 65 દર્દીઓ સ્ટેબલ અને 2 દર્દી ઓક્સિજન પર તેમજ 1 દર્દી વેન્ટીલેટર પર છે.

ABOUT THE AUTHOR

...view details