- કચ્છમાં દાડમની ખેતી નિષ્ફળ જતાં ખેડૂતો મુશ્કેલીમાં
- પોષણક્ષમ ભાવ ન મળતાં વર્ષો જૂના દાડમના છોડ ઉખાડવામાં આવ્યાં
- સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે પગલાં લેવા જોઈએ: ખેડૂત
કચ્છઃ જિલ્લાના બીદડા, ભુજપુર અને ઝરપરા વિસ્તારના ખેડૂતો દ્વારા ખેતરોમાંથી હજારોની સંખ્યામાં દાડમના (pomegranate)છોડ ઉખેડી નાખવામાં આવ્યા છે. હજુ પણ હજારો છોડ કાઢી નાખવા માટે ખેડૂતો તૈયારી કરી રહ્યા હોવાની વાત પણ ખેડૂતોએ કરી હતી. ખેડૂતોએ એ જણાવ્યું હતું કે દિવસેને દિવસે ખેડૂતોની હાલત નાજુક થતી જાય છે. છેલ્લા 8-10 વર્ષોમાં કચ્છ જિલ્લામાં મબલક પ્રમાણમાં દાડમનું વાવેતર અને ઉત્પાદન થઈ રહ્યું છે, પરંતુ છેલ્લાં ત્રણેક વર્ષોથી ખેડૂતોને બહુ હાલાકી ભોગવવી પડી છે.
છેલ્લાં 2 વર્ષમાં કોરોનાને લીધે માર્કેટમાં વેચાણ પણ ન થયું
બે વર્ષ કોરોનાકાળ ચાલ્યો જેમાં અચાનક માર્કેટ બંધ થતાં ખેડૂતોની વાડીની અંદર દાડમનો (pomegranate) પાક તૈયાર હતો, ઉતારવાની તૈયારી હતી એક એક દાડમ 400-500 ગ્રામના દાડમ હતાં. પરંતુ માર્કેટ બંધ હોતા માર્કેટમાં ન પહોંચ્યા (pomegranate unaffordable) અને વેચાણ ન થયું. જેને પગલે ખેડૂતને એક પણ પૈસો મળ્યો નહીં. બે વર્ષ એવી જ રીતે ફેલ ગયા અને આ ત્રીજા વર્ષે શરૂઆતમાં વરસાદ સારો થયો. પાછળ વરસાદ ઓછો થયો પરંતુ જે સીઝનમાં દાડમના ઝાડ પર ફ્લાવારિંગ લાવવાનું હોય તે સમયગાળા દરમિયાન વરસાદ ખૂબ પડ્યો અને પરિણામે ફલાવરિંગ ખરી પડ્યું અને ખેડૂતોને નુકસાન થયું.
વધુ વરસાદે ખેડૂતોના પાકનો સોથ વાળ્યો
આ ઉપરાંત વાતાવરણમાં વરસાદના લીધે ભીનાશ હોતા બચેલો માલ પણ ફૂગના લીધે બધો પાક નષ્ટ ગયો. ખેડૂતોએ આ પાક પાછળ હેક્ટર દીઠ 30,000 થી 40,000 જેટલો ખર્ચ કર્યો હતો. હવે ખેડૂત ફરીથી આટલો ખર્ચ કરીને ફરી પાક વાવે તે હવે કોઈ પણ સંજોગે ખેડૂતોને (pomegranate unaffordable) પોસાય તેમ નથી. ઉપરાંત રાસાયણિક ખાતર, પેટ્રોલ -ડીઝલ તમામના ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે.
8 થી 10 વર્ષ જૂના દાડમના ઝાડ પર ટ્રેકટર ફેરવી ઉખાડવામાં આવ્યાં