ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજમાં ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે ભૂદેવો દ્વારા કોરોનાને નાથવા વિષ્ણસહસ્ત્રનામ પાઠ કરવામાં આવ્યો

કચ્છમાં કોરોનાની મહામારી વધી રહી છે, ત્યારે દરરોજ સંખ્યાબંધ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે અને મૃત્યુદર પણ વધી રહ્યો છે. આજે મંગળવારે ભુજના ખારી નદી સ્થીત ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે તમામ ભૂદેવો દ્વારા કોરોના ની મહામારી ને નાથવા તેમજ હવે વધારે મૃત્યુ ના થાય તે માટે પ્રાર્થના સ્વરૂપે વિષ્ણસહસ્ત્રનામ પાઠ કરવામાં આવ્યો હતો.

Bhuj Bhootnath Mahadev Temple
Bhuj Bhootnath Mahadev Temple

By

Published : May 4, 2021, 10:05 PM IST

  • કચ્છમાં અત્યાર સુધીમાં 204 દર્દીઓના મોત થયા છે
  • અત્યાર સુધીમાં કચ્છમાં કુલ 8,695 પોઝિટિવ કેસો નોંધાયા છે
  • કચ્છના ભૂદેવોએ મહાદેવ પાસે કોરોનાની મહામારી નાથવા કરી પ્રાર્થના

કચ્છ : ભુજના ખારી નદી સ્થિત ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે કચ્છના તમામ ભૂદેવોએ એકઠા થઇને ભગવાન મહાદેવ પાસે કોરોનાને નાથવા પ્રાર્થના કરી હતી તથા કોરોનાથી હવે કોઈ દર્દીનું મોત ન થાય તે માટે વિષ્ણસહસ્ત્રનામ પાઠ કરવામાં આવ્યો હતો.

ભુજમાં કોરોનાને નાથવા વિષ્ણસહસ્ત્રનામ પાઠ કરવામાં આવ્યો

આ પણ વાંચો : વિશ્વ અસ્થમા દિવસ: કોરોના કાળમાં વધારે ધ્યાન રાખે અસ્થમાના દર્દીઓ

ભૂદેવો દ્વારા કોરોનાની ગાઇડલાઈનનું પાલન કરવા અપીલ કરાઇ

ભૂદેવો દ્વારા લોકોને સકારાત્મક વિચારો રાખવા તેમજ હવે કચ્છમાં કોઈ કોરોનાથી મૃત્યુ ન થાય તે માટે ભગવાનની આરાધના કરવા અપીલ કરાઇ હતી અને જરૂર ન જણાય તો ઘરની બહાર ન નીકળવા અને માસ્ક, સેનિટાઈઝરનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી હતી.

ભૂતનાથ મહાદેવ મંદિર

ABOUT THE AUTHOR

...view details