વિનોદ ચાવડાએ ભૂજ સ્વામિનારાયણ મંદિરના દર્શન કરીને જીત મળે તે માટે આશીર્વાદ મેળવ્યાં હતાં. ભૂજના હિલગાર્ડન પાસે આવેલા મેદન ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઢોલ-નગારાના નાદ સાથે 'મોદી હૈ તો મુમકીન હૈ' ના નારા કરાવતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ પર ચાબખા માર્યા હતા. ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને ભવિષ્યના સાંસદ ગણાવતા રૂપાણીએ જણાવ્યું હતું કે, રામમંદિર અમે જ બનાવીશું. તેમજ ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપનો વિજય થશે.
CM રૂપાણીની હાજરીમાં વિનોદ ચાવડાએ નોંધાવી ઉમેદવારી, રૂપાણીએ કહ્યું- રામમંદિર અમે જ બનાવીશું
ભૂજ: કચ્છના લોકસભાના ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ તરીકે વિનોદ ચાવડાએ ભૂજમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ પ્રવાસન પ્રધાન વાસણ આહીરની ઉપસ્થિતિમાં કચ્છ કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી રેમ્યા મોહન સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું.
સ્પોટ ફોટો
વિનોદ ચાવડાને શુભેચ્છા આપતા તેમણે ઉમેર્યું કે, કાર્યકરોનો ઉત્સાહ જ એ બાબતની સાબિતી આપે છે કે, કચ્છમાં જંગી લીડથી ભાજપના ઉમેદવારનો વિજય થશે. કચ્છ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ સભામાં અને ફોર્મ રજૂ કરવા સમયે મોદીની કોટી પહેરી હતી. આ કોટી લોકોમાં ધ્યાનાકર્ષક બની હતી. 'એકબાર દિલ સે મોદી સરકાર ફિર સે'નો માહોલ સમગ્ર દેશમાં છે, ત્યારે તેનું જ પ્રતિબિંબ આ મોદી કોટીમાંથી ઝળકી રહ્યું છે.
Last Updated : Apr 1, 2019, 7:40 PM IST