વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે ભુજ તાલુકાના કુનરીયા ગામ ખાતે પહોંચી કચ્છ: કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભ છેવાડાના ગામના લોકો સુધી પહોંચે તેવા ઉદ્દેશ સાથે સમગ્ર ભારતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે ભુજ તાલુકાના કુનરીયા ગામ પહોંચી હતી. જે અંતર્ગત કુનરીયા ગામના 150 જેટલા લોકોને યોજનાઓનો સીધો લાભ મળ્યો છે તો અન્ય 1500 જેટલા લાભાર્થીઓ આઇડેન્ટીફાઈ કરવામાં આવ્યા છે જેમને આગામી સમયમાં લાભ આપવામાં આવશે. આ સાથે જ સરકારની વિવિધ યોજનાના સ્ટોલ પણ અહીં ઊભા કરવામાં આવ્યા હતા.
'વિકસિત ભારત સંકલ્પ' યાત્રા ભૂજના કુનરીયા પહોંચી, 635 ગામોને આવરી લેવાશે:ભુજ તાલુકા ખાતે કુનરીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી હતી. આ સંકલ્પ યાત્રા હેઠળ કચ્છ જિલ્લામાં તમામ તાલુકાઓના 635 ગામોને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આવરી લેવામાં આવશે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેતુ કચ્છ જિલ્લા માટે કુલ 6 અત્યાધુનિક રથની ફાળવણી કરવામાં આવી છે. આ રથ મારફતે કચ્છના ગામડે-ગામડે જઈને લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં વિવિધ કેમ્પના માધ્યમથી સરકારની નિયત થયેલી મહત્વની યોજનાઓનો લાભ સ્થળ ઉપર લાભાર્થીઓને આપવામાં આવ્યો હતો. જેમાં ગેસના બાટલાની યોજના, ખેતી વિષયક યોજના, આરોગ્યની યોજના વગેરે જેવી વિવિધ યોજનાઓનો લાભ લોકોને મળ્યો છે તો
વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ PM મોદી વર્ચ્યુઅલી જોડાયા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરસના માધ્યમથી કુનરીયા ગામના લોકો સાથે જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યાત્રા અંતર્ગત વધારેમાં વધારે લોકો સરકારી યોજના લાભ લે તેવી અપીલ પણ કરી હતી. આગામી બે મહિના સુધી યાત્રા ગામડામાં ફરશે, જેમાં ગામડાના લોકોને રાજય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તેવા પ્રયાસ કરવામાં આવશે.
"છેવાડાના દરેક ગામડાના વ્યક્તિ સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાનો લાભ પહોંચે તે માટેની અપીલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો મારફતે કરી હતી. હજી પણ ગામડાના કોઈ વ્યક્તિઓ સુધી યોજનાનો લાભ ન પહોંચ્યો હોય તો આ સંકલ્પ યાત્રા મારફતે તે લાભ તેમને મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે. - વિનોદ ચાવડા, સાંસદ, કચ્છ
17 જેટલી સરકારી યોજનાઓનો સમાવેશ: વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં 17 જેટલી સરકારી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારી યોજનાઓનું શહેરી તથા ગ્રામીણ વિસ્તારમાં પ્રદર્શન કરવામાં આવશે. આ યાત્રા દરમિયાન યોજનાલક્ષી હોર્ડિંગ્સ, સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓ, યાત્રા દરમિયાન કાર્યક્રમના સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વિવિધ સ્પર્ધાઓ પણ સ્થાનિક કક્ષાએ યોજવામાં આવી રહી છે. શહેરી વિસ્તારમાં યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રનું વિતરણ તથા મંજૂર કરેલી લોનનું ડિસ્બર્સમેન્ટ, મંજૂર કરેલા હપ્તાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી.
વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ " મેં રાજ્ય સરકારની ગોબર ધન યોજનાનો લાભ મેળવ્યો છે અને આ લાભ માટે લોકફાળા પેટે જે 5000 રૂપિયા ભરવાના હતા તે ભર્યા છે અને સરકાર દ્વારા ગોબર કેસ પ્લાંટની કીટ લગાડવામાં આવી છે. ગોબર ગેસના ઉપયોગ પછી ઘણો લાભ થયો છે. અગાઉ ખેતીનો વ્યવસાય છોડીને મહિલાઓને બળતણ માટે લાકડા લેવા માટે જંગલમાં દૂર જવું પડતું હતું ત્યારે સમયનો વ્યય થતો હતો. તો આ ઉપરાંત ધુમાડો થવાથી સ્વાસ્થ્યને પણ નુકસાન થતું હોય છે જેમાં આંખો બળવી, ઉધરસ થવી તો ક્યારેક હોસ્પિટલના પણ ખર્ચ થતાં હોય છે ત્યારે બાયો ગેસ પ્લાન્ટના ઉપયોગ પછી સમય, સ્વાથ્ય અને આર્થિક ખર્ચમાંથી રાહત મળી છે." - નરસી કેરાસિયા, લાભાર્થી
લાભાર્થીઓને જ લાભ મળી રહે તેવી વ્યવસ્થા:રાજ્યના છેવાડાના માનવી સુધી કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા તથા નબળા વર્ગના લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ નાગરિકો સુધી પહોંચાડવા અને જાગૃતિ ફેલાવવા રાજ્યના તમામ જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને સરકારી યોજનાઓનો લાભ મળવાનો બાકી હોય અને પાત્રતા ધરાવતા હોય તેવા લાભાર્થીઓને સ્થળ ઉપર જ લાભ મળી રહે તેવી વ્યવસ્થા સરકારી તંત્ર દ્વારા કરવામાં આવી હતી.
- PM મોદીએ વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી
- ગુજરાત પોલીસને વધુ મજબૂત કરવા પોલીસની શિક્ષણ કાર્યશાળાનું આયોજન, ટેકનોલોજીના વધુ ઉપયોગની ટકોર