ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં પોલીસની વીરાંગના સ્પેશિયલ મહિલા સ્કોડે શાકભાજીની આડમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

કચ્છ જિલ્લાના ભુજના જૂના બસ સ્ટેશન રોડ પાસે એક ટેમ્પામાં શાકભાજીની આડમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ વીરાંગના સ્કોડની તપાસ દરમિયાન મળી આવી હતી.

Bhuj News
Bhuj News

By

Published : May 21, 2021, 8:44 PM IST

  • SP સૌરભસિંઘ દ્વારા વીરાંગના સ્કોડની સરાહના કરાઈ
  • ભુજમાં લોકોની સેવા સુરક્ષા માટે નવ રચના કરવામાં આવેલી વીરાંગના સ્પેશિયલ સ્કોડ
  • મહિલા પોલીસની ટીમે પ્રોહીબિશનનો પ્રથમ સફળ કેસ કર્યો હતો
  • વીરાંગના સ્પેશિયલ સ્કોડ દ્વારા ભુજ શહેરમાં શરૂઆતથી જ અનેક પ્રસંશનીય કામો કરાયા

કચ્છ : ભુજમાં લોકોની સેવા સુરક્ષા માટે નવ રચના કરવામાં આવેલી વીરાંગના સ્પેશિયલ સ્કોડ દ્વારા ભુજ શહેરમાં શરૂઆતથી જ અનેક પ્રસંશનીય કામ કરવામાં આવી રહ્યા છે, ત્યારે પશ્ચિમ ક્ચ્છ વીરાંગના ટીમ દ્વારા આજે શુક્રવારે સવારે ભુજના અલગ અલગ વિસ્તારોમાં પોતાની કામગીરી કરાઈ રહી હતી.

કચ્છમાં શાકભાજીની આડમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

આ પણ વાંચો : તાપીમાં જિલ્લા LCBએ રૂપિયા 1.14 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી

ટેમ્પો ચાલકે અચાનક ભાગવાની કોશિશ કરતા શંકા ઉપજી

જેમાં આજે શુક્રવારે લખુરાઈ ચાર રસ્તા પાસે માસ્કનું ચેકીંગ કરતી આ વીરાંગના ટીમે એક ટેમ્પો પસાર થતા તેને રોકવાની કોશિશ કરી અને ટેમ્પામાં બેઠેલા ચાલકને માસ્કનું નિયમ સમજાવી દંડ ફટકાર્યો, ત્યારે ટેમ્પો ચાલક પાસે પૈસા નહોતા. ટેમ્પો ચાલક ત્યાંથી ભાગવાની કોશિશ કરતા આ વીરાંગના ટીમને શંકા ગઈ અને તેને પકડવા વીરાંગના ટીમની એક કર્મચારીએ તેનો પીછો કરી તેને પકડી પાડી સ્થળ પર ટેમ્પો પાસે લઈ આવી હતી.

કચ્છ

આ પણ વાંચો : જૂનાગઢ પોલીસે રૂપિયા 6 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો

તપાસ દરમિયાન શાકભાજીની પેટીઓ નીચે દારૂની પેટીઓ મળી આવી

ટેમ્પો ચાલકની તપાસ સાથે ટેમ્પોની પણ તલાસી લેવાતા ટેમ્પોમાં રહેલા શાકભાજીની તૂટેલી ફૂટેલી પેટીઓ દેખાતા તે પેટીઓ હટાવી વધુ તપાસ કરાતા તે શાકભાજીની પેટી નીચે જોતા ઇંગ્લિશ દારૂની પેટીઓ મળી આવી હતી. દારૂ અને મુદ્દામાલની કિંમત ફરિયાદ દાખલ થયા બાદ જાહેર કરવામાં આવશે.

કચ્છ

પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

આ વીરાંગના ટીમે તે વિસ્તારની હદમાં આવતા બી ડિવિઝન પોલીસને જાણ કરતા ચાલક સાથે ટેમ્પાને બી ડિવિઝન લઇ આવી બી ડિવિઝન પોલીસને સુપ્રત કરી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

વીરાંગના ટીમ :

  • UHC શીતલબેન નાઈ
  • UHC જશોદાબેન ધ્રાંગી
  • LPC જયશ્રીબેન સાધુ
  • LPC જાસમિન કુંભાર
  • LPC રમીલાબેન શાહુ
  • LPC ગાયત્રીબેન બારોટ
  • LPC ભાવનાબેન બરાડિયા
  • LPC સોનલબેન ચૌધરી

આ 8 વીરાંગનાઓને તેમની કામગીરી બદલ પશ્ચિમ ક્ચ્છ SP સૌરભસિંઘ દ્વારા મૌખિક અભિનંદન પણ મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details