- કચ્છમાં કમોસમી વરસાદ વરસ્યો
- કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત
- લો પ્રેશરના કારણે નોંધાયો વરસાદ
- ભુજમાં 20 મિ.મી વરસાદ
કચ્છઃ ઓમાન તરફ સરકીને અરબી સમુદ્રમાં સમાઈ જનારા વેલ માર્ક લો પ્રેશરની અસર હેઠળ આજે એટલે કે સોમવારે સતત ચોથા દિવસે કચ્છમાં વિવિધ જગ્યાએ વરસાદ નોંધાયો છે. ભુજ અબડાસા સહિતના શહેરો ગામોમાં ક્યાંક ધોધમાર અને ક્યાંક ઝાપટા રૂપે પડેલા વરસાદને પગલે જગતનો તાત પણ મુશ્કેલીમાં મૂક્યો છે. જો કે, હવામાન વિભાગે આવતીકાલે મંગળવાર સુધીમાં સ્થિતિ પૂર્વવત થઇ જવાની સંભાવના વ્યક્ત કરી છે.
ભુજમાં વરસાદ
વેલમાર્ક લો પ્રેશરની અસર તળે કચ્છના પાટનગર ભુજમાં આજે સાંજે 4:00 કલાકે વરસાદ તૂટી પડ્યો હતો. સવારથી ઉકળાટ અને ગરમી વચ્ચે સાંજે વાતાવરણ બદલાયું હતું અને જોતજોતામાં ધોધમાર 20 મિ.મી વરસાદ વરસ્યો હતો.