કચ્છ : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી (Kutch University) લાંબા સમયથી કોઈના કોઈ મુદ્દે ચર્ચાના કેન્દ્રમાં રહેતી હોય છે, ત્યારે મહત્વની વાત એ છે કે, યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ ગણાતી સિન્ડિકેટ સમિતિના સભ્યોની બેઠક છેલ્લા 2 વર્ષ કરતા વધુ સમયથી ખાલી પડી છે. જેના કારણે યુનિવર્સિટીના વહીવટી અને શૈક્ષણિક નિર્ણયોમાં અસર પડી રહી છે. જેમ સરકાર ચલાવવા માટે વ્યવસ્થિત માળખું હોય તેમ યુનિવર્સિટીનો વહીવટ ચલાવવા માટે વીસી, રજીસ્ટ્રાર, સિન્ડિકેટ સમિતિ અને સેનેટ સભ્યો હોય છે. યુનિવર્સિટી પાસે કાયમી વીસી અને રજીસ્ટ્રાર છે પણ મહત્વના નિર્ણયો લેવા માટે ઉપયોગી સિન્ડિકેટ સમિતિ જ નથી. સિન્ડીકેટ સમિતિમાં બે સભ્યોની નિમણુંક સરકાર દ્વારા કરવામાં આવે છે. સરકાર તેમના બે પ્રતિનિધિને સભ્ય તરીકે મૂકે છે, જ્યારે બીજા સભ્યો સ્થાનિકે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે.
2 વર્ષથી 2 બેઠકો ખાલી -સિન્ડિકેટ સમિતિની બેઠક મળે તેમાં વિવિધ નિર્ણયો લેવામાં આવતા હોય છે. પણ કચ્છ યુનિવર્સિટીમાં છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી આ જગ્યાઓ ખાલી પડી છે. સરકાર દ્વારા સભ્યોની નિમણુંક કેમ કરવામાં નથી આવતી તેવા પ્રશ્નો પણ ઊભા થતા હોય છે. હાલમાં જ્યારે 22મી તારીખે યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે સિન્ડિકેટ સમિતિ વગર જ પદવીદાન થવા જઇ રહ્યો છે. કચ્છના શિક્ષણ માટે (Two Seats Vacant Kutch) મહત્વની ગણાતી યુનિવર્સિટીમાં સભ્યોની નિમણુંક કરવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓના શિક્ષણને તેમજ કારકિર્દીને લઈને યોગ્ય નિર્ણયો લઈ શકાય અને આ પ્રક્રિયામાં સરકાર પણ સહયોગી બને તેવી માંગ ઉઠી રહી છે.
આ પણ વાંચો :શું નારિયેળ પાણીમાં જીવલેણ તત્વો હોય છે ? તો તેને આ રીતે ચકાસી શકો છો