ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં કોમામાં જતા રહેલા દર્દીને સારવાર બાદ સ્વસ્થ કરાયો

કચ્છ: જિલ્લાની ભુજ સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ બાદ અનેક વિવાદો અને ખાસ કરીને સારવારના મુદ્દે ફરિયાદો વચ્ચે એક અલગ જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં કોમામાં જતા રહેલા અજાણ્યા દર્દીને સારવાર બાદ સ્વસ્થ કરી દેવામાં આવ્યો છે.

Adani

By

Published : Feb 1, 2019, 7:41 PM IST

અદાણી ગ્રુપ સંચાલિત ભુજની જી.કે. જનરલ હોસ્પિટલની સેવા અંગે છૂટાંછવાયાં વિવાદ અનેકવાર સર્જાયાં છે. પણ આ વિવાદની સાથોસાથ હોસ્પિટલમાં સારવાર મેળવી સ્વસ્થ થનારાં અને મનોમન આશિર્વાદ આપનારાં લોકો પણ હજારો છે. કારણકે ગરીબ દર્દીઓ માટે સરકારી હોસ્પિટલ જ એકમાત્ર આશાનું કિરણ હોય છે.

આમાનો દર્દી છે એટલે લાડો રહીમ. લાડો રહીમ પોતે કોણ છે, ક્યાંથી આવ્યો છે તેનો પરિચય આપી શકતો નથી. કારણ કે તે માનસિક રીતે અસ્થિર છે. રહીમને આજથી દસ દિવસ પહેલાં 108 એમ્બ્યુલન્સ મારફતે બેભાન હાલતમાં સારવાર માટે લઈ આવવામાં આવ્યો હતો. હોસ્પિટલના ફિઝીશીયન ડૉ. દિપક બલદાનીયા અને રેસિડેન્ટ ડૉક્ટર રૂબી પટેલ બેભાન રહીમની સારવારમાં મચી પડ્યાં. રહીમના જુદાં જુદાં ટેસ્ટ કરાવાયાં, નિદાન થયું કે મગજના સખત વાયરલ તાવના કારણે તે બેશુધ્ધ થઈ ગયો છે. તબીબોએ તેને હોશમાં લાવવા ઘણી મહેનત કરી અને 10 દિવસની મહેનત પછી રહીમને કોમામાંથી બહાર લાવી હોઠ ફફડાવી શકે તેટલો સાજો થયો છે. તે માત્ર તેનું નામ જણાવે છે. તે માનસિક બીમાર હોવાનું જણાતાં તેને મનોચિકિત્સક ડૉક્ટર પૃથા દેસાઈને રીફર કરી સારવાર અપાવવાનું નક્કી કરાયું છે. સારવાર બાદ રહીમનો પૂરો પરિચય મળી શકશે. ઘરબાર વગરના એક નિરાશ્રિત બેશુધ્ધ શખ્સને સાજો કર્યો હોવાની તબીબોને ખુશી છે.

ABOUT THE AUTHOR

...view details