- વર્લ્ડ રેકોર્ડ 15 માર્ચ 2021ના રોજ નોંધવામાં આવ્યો
- છેલ્લા ત્રણ વર્ષમાં 3000થી વધુ ડ્રાઇવરોના વીમા સંસ્થા દ્વારા ભરાયા
- પાંચ લાખ રૂપિયા સુધીનું પ્રીમિયમ સંસ્થાએ ભર્યું
કચ્છ: જિલ્લાના ટ્રક ડ્રાઇવરોની સુરક્ષા હેતુ છેલ્લા ત્રણ વર્ષમાં 3000થી વધુ ડ્રાઇવરોના પાંચ લાખ રૂપિયા સુધીના અકસ્માત વીમા પોલિસીનું પ્રીમિયમ સંસ્થા દ્વારા ભરી આપવાનો એક વર્લ્ડ રેકોર્ડ નોધાયો હતો. આ વર્લ્ડ રેકોર્ડ 15 માર્ચ 2021ના રોજ નોંધવામાં આવ્યો હતો. આ વર્લ્ડ રેકોર્ડ અંગેના સર્ટિફિકેટનું વિતરણ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના કચ્છ ગુજરાતના નિર્ણાયક મિલનભાઈ સોની તેમજ દેવ્યાની સોનીના હસ્તે પ્રમુખ નવઘણભાઈ વી. આહીરને આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
પાંચ લાખ રૂપિયા સુધીનું પ્રીમિયમ સંસ્થાએ ભર્યું આ પણ વાંચો:ગોંડલના બાર વર્ષના વિદ્યાર્થીએ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં નામ નોંધાવ્યું, એક મિનિટમાં 89 દાખલા ગણ્યા
સંસ્થાના કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં
આ કાર્યક્રમમાં સંસ્થાના ઉપપ્રમુખ રાજેશભાઈ એમ.આહીર, ખેંગારભાઈ રબારી, મંત્રી હરિલાલ કે. લીંબાણી, કારોબારી સભ્ય શંકરભાઈ ભીમાણી, વેલજીભાઈ આહીર, કે.પી.આહીર તેમજ ઓફિસ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો.
આ પણ વાંચો:નવસારીની પુજાએ કોસ્મેટિક મેકઅપમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ મેળવી માતાનું સપનું પૂર્ણ કર્યું
વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના કચ્છ ગુજરાતના નિર્ણાયક દ્વારા માહિતી અપાઈ
વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના કચ્છ ગુજરાતના નિર્ણાયક મિલનભાઈ સોની તેમજ દેવ્યાનીબેન સોની દ્વારા વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા જે વર્લ્ડ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે, તે અંગેની પારદર્શક પ્રક્રિયા બાબતે વિગતવાર માહિતી આપી હતી. અને દેવ્યાનીબેન સોનીએ એવોર્ડની વિગત વાંચી સંભળાવી હતી અને સંસ્થાના પ્રમુખ તેમજ હોદે્દારોને આ મળેલા એવોર્ડ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
બે ડ્રાઈવર ભાઈઓના પરિવારને વીમાનો લાભ થયો હતો
પ્રમુખ નવઘણ ભાઈ વી.આહિરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જે ડ્રાઇવરો માટે પાંચ લાખના વીમા પોલિસી ભરવામાં આવેલી તેમાં અકસ્માતે મૃત્યુ પામેલા બે ડ્રાઈવર ભાઈઓના પરિવારને પાંચ-પાંચ લાખના વીમાનો લાભ પણ મળ્યો હતો અને આ સંસ્થા હંમેશા સંસ્થાના સભ્યોની સાથે-સાથે આ વ્યવસાય સાથે સંકળાયેલા ડ્રાઈવર-ક્લિનરો માટે લાભકર્તા કાર્યો કરવા કટિબદ્ધ હોવાનું જણાવાયું હતું.
પ્રથમવાર આવો રેકોર્ડ નોંધાયો
વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના કચ્છ ગુજરાતના નિર્ણાયક મિલનભાઈ સોનીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ પ્રકારના વર્લ્ડ રેકોર્ડ માટે પ્રથમવાર એપ્લિકેશન કરવામાં આવી છે. આ સંસ્થા ખરેખર પ્રશંસાને પાત્ર છે, જે ડ્રાઇવરોનું હિત ઈચ્છે છે.