ગુજરાત

gujarat

ETV Bharat / state

મુન્દ્રામાંથી ઝડપાયેલા હેરોઈનના કેસમાં ભુજની સ્પેશિયલ કોર્ટે આરોપીના કર્યા રિમાન્ડ મંજૂર - Xray scan drugs caught

ક્ચ્છના મુન્દ્રામાંથી કાપડની આડમાં કરોડોનો માદક પદાર્થ(Heroin Seized from Mundra) ઝડપાયો હતો. જેમાં દુબઇથી આયાત થયેલા કાપડના રોલમાં(Rolls of cloth imported from Dubai) આ માદક છુપાયેલું હતું. મુન્દ્રામાંથી કાપડની આડમાં ઝડપાયેલા રૂપિયા 376.50 કરોડના હેરોઇન ઝડપાયું હતું. આ કેસમાં ભુજની સ્પેશિયલ કોર્ટના જજ સમક્ષ રજૂ કરતાં 9 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

મુન્દ્રામાંથી ઝડપાયેલા હેરોઈનના કેસમાં ભુજની સ્પેશિયલ કોર્ટે આરોપીના કર્યા રિમાન્ડ મંજૂર
મુન્દ્રામાંથી ઝડપાયેલા હેરોઈનના કેસમાં ભુજની સ્પેશિયલ કોર્ટે આરોપીના કર્યા રિમાન્ડ મંજૂર

By

Published : Aug 10, 2022, 7:40 PM IST

કચ્છ:સરહદી વિસ્તારના મુન્દ્રામાંથી કાપડની આડમાં ઝડપાયેલા(Heroin Seized from Mundra) રૂપિયા 376.50 કરોડના હેરોઈન કાંડમાં કાપડ મંગાવનાર સંગરૂર પંજાબનો આરોપી દીપક અશોક કિંગર બાદ આજે ઇમ્પોર્ટર તરીકેની ઓળખ આપનાર અન્ય આરોપી બુટા ખાન ઉર્ફે બગા ખાનને ભુજની સ્પેશિયલ કોર્ટના(Special Court of Bhuj) જજ સમક્ષ રજૂ કરતાં તેના 9 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

દુબઇના જબેલઅલી બંદરથી આયાત થયેલા આ કાપડના જથ્થાનું કન્ટેનર ડિલાઇટ ઇમ્પેક્ટના એક્સપોર્ટ લાયસન્સ પર સંઘરૂર પંજાબના દીપક અશોક કિંગરે મંગાવ્યું હતું.

દુબઇથી આયાત થયેલા કાપડના રોલમાં છુપાયેલું હતું 75.300 કિલો હેરોઇન -ATS તરફથી સ્પેશિયલ પ્રોસિક્યુટર(Special Prosecutor from ATS) કલ્પેશ ગોસ્વામીએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, UAEના અજમન ફ્રી ઝોનમાં આવેલા ગ્રીન ફોરેસ્ટ જનરલ ટ્રેડિંગ(Green Forest General Trading) દ્વારા દુબઇના જબેલઅલી બંદરથી આયાત થયેલા આ કાપડના જથ્થાનું કન્ટેનર ડિલાઇટ ઇમ્પેક્ટના એક્સપોર્ટ લાઇસન્સ(Delight Impact Export License) પર સંઘરૂર પંજાબના દીપક અશોક કિંગરે મંગાવ્યું હતું. મુન્દ્રાના કન્ટેનર ફ્રેઇટ સ્ટેશનેથી(Mundra Container Freight Station) 540 કાપડના રોલમાંના 64 રોલમાંથી 75.300 કિલો હેરોઇન કિંમત રૂપિયા 376.50 કરોડનો જથ્થો મળી આવ્યો હતો.

આ પણ વાંચો:Kutch Cocaine Seized Quantity: મુન્દ્રામાં મીઠાની આડમાં કરોડોનું કોકેઇન

બન્ને પાઇપો વચ્ચેની ખાલી જગ્યામાં હેરોઇનનો જથ્થો - હેરોઈનનો જથ્થો પ્લાસ્ટીકની પાઇપ ઉપર બ્લુ કાર્બન પેપર સેલોટેપથી ચોંટાડવામાં આવ્યો હતો. આ હેરોઇનનો જથ્થો કાપડનો રોલ જે પુંઠાની પાઇપ ઉપર વીંટાળેલો હતો. તે પુંઠાની પાઇપ ઉપર બીજી એક પ્લાસ્ટિકની પાઇપ મૂકી બન્ને પાઈપો વચ્ચેની ખાલી જગ્યામાં આ માદક પદાર્થનો જથ્થો ટાઈટ પેક કરી બન્ને બાજુથી રૂ તથા સેલોટેપ દ્વારા પેક કરેલો હતો. પુંઠાની પાઇપ તથા પ્લાસ્ટિકની પાઇપ ઉપર બ્લુ કાર્બન પેપર સેલોટેપથી(Blue carbon paper tape) ચોંટાડેલો હતો. જેથી એક્સ-રે સ્કેનીંગ(Xray scan drugs caught) દરમિયાન પકડાઈ ગયા હતા.

કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા - ગુજરાત ATS દ્વારા બગા ખાનના પંજાબથી ટ્રાજેટ વોરંટ મેળવ્યા બાદ આજે ભુજ સ્પેશિયલ NDPS કોર્ટમા રજુ કરાયો હતો. આ આરોપી પર લગભગ 45 જેટલા ગુનાઓ પેન્ડિંગ છે. જેમાં 5 NDPS કેસ, મર્ડર, ડકેતી ગેંગસ્ટરના આરોપીને રજૂ કરીને જજ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ આરોપી ફરીદકોટની જેલમાં મોબાઇલનો ઉપયોગ કરતો હતો. વોટ્સએપ કોલ અને ચેટથી એને આ ડ્રગ્સ કેસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. એનું કનેકશન આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો સાથે છે. આ માટે અગાઉ જે મુન્દ્રા પોર્ટ અને CFSમાંથી ડ્રગ્સ મળેલું છે, તેમાં તેની સંડોવણી છે કે કેમ તે તપાસવા માટે તેમજ વોટ્સએપ કોલ હિસ્ટ્રી અને ચેટની તપાસ માટે સ્પેશિયલ કોર્ટમાં રીમાન્ડની માંગણી કરાઈ હતી. જેની કોર્ટે 9 દિવસના એટલે કે 18મી ઓગસ્ટ 2022 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગુજરાત ATS દ્વારા આરોપીની કસ્ટડી સંભાળવામાં આવી છે.

આ પણ વાંચો:Drugs Seized Mahisagar : લસણની બોરીઓની આડમાં કરાતી હતી પોશ ડોડાની હેરાફેરી, કોનો હતો જથ્થો?

વધુ પૂછપરછમાં થઈ શકે છે મોટા ખુલાસાઓ - કચ્છમાંથી અગાઉ પણ ઝડપાયેલા ડ્રગ્સના જથ્થા પંજાબ બાજુ જ રવાના થવાના હતા. આ પ્રકરણ સાથે તેના તાર જોડાયેલા છે કે કેમ તેમજ પંજાબથી પણ આગળ આ જથ્થો ક્યાં જવાનો હતો? આ ઉપરાંત, આના પાછળ દેશ તેમજ વિદેશમાં કોની કોની સંડોવણી છે? આ ગુનામાં મુખ્ય સૂત્રધાર કોણ છે, કરોડો રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કોણે કરેલું, અગાઉના ડ્રગ્સ પેડલોની સંડોવણી છે કે કેમ, ડ્રગ્સ ભારતમાં જ વપરાવાનું હતું કે અન્ય કોઈ દેશમાં પણ મોકલવાનું હતું. તે સહિતની બાબતોની પૂછપરછ માટે ATS આરોપીને કસ્ટડીમાં લીધો છે.

ABOUT THE AUTHOR

...view details