- દંપતિ દેવા લેવા જઈ રહ્યો હતો ત્યારે સર્જાયો અકસ્માત
- અકસ્માતમાં પત્નીનો આબાદ બચાવ
- સારવાર દમિયાન મૃત્યુ
કચ્છ : ભચાઉથી સામખિયાળી નેશનલ હાઇવે જતાં માર્ગ પર આવેલા રામદેવપીર મંદિર પાસે એક ટ્રેઇલરચાલકે બાઈકને અડફેટે લેતાં દવા લેવા જઈ રહેલા વિજપાસર ગામના દંપતિ માંથી પતિનું મૃત્યું થયું હતું.
સારવાર દરમિયાન મૃત્યુ થયું
બાઈક ચલાવી રહેલા વિરમભાઇ પરમારને ગંભીરરીતે ઈજાગ્રસ્ત થતાં તેમને ભચાઉના વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં ત્યાં તેમની સ્થિતિ ગંભીર જણાતા તેમને ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં ઓન સારવાર ન થતાં તેમને ભુજ લઈ જવામાં આવ્યું હતું ત્યારે રસ્તામાં તેમનું મૃત્યું થયું હતું.