કચ્છના જગ વિખ્યાત સફેદ રણ ધોરડોના ‘‘ગેટ વે ટુ રણ રિસોર્ટ’’ ખાતે શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ, એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ તથા સહજાનંદ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ‘‘મોલાસીસ સંમિશ્રિત સુકાચાર પ્રોજેકટ’’ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેની પૂર્ણાહુતિ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહને કચ્છને ગત વર્ષે જે દુષ્કાળનો સામનો કરવો પડ્યો હતો. 1985-87 દરમિયાન પડેલા દુષ્કાળ જેવો જ રહ્યો હતો. અછત પરિસ્થિતિમાં રાજય સરકારે લીધેલાં ઐતિહાસિક નિર્ણયો ઉપરાંત ધાર્મિક, સામાજીક સંસ્થાઓ, કંપનીઓ બધાને જોડી દુકાળની પરિસ્થિતિને સફળતાપૂર્વક પાર પાડી શક્યા છીએ.
હવે સમય છે દુષ્કાળમુકત કચ્છનો, વહીવટી તંત્રએ મોડેલરૂપ કામગીરીનો કર્યો પ્રારંભ
કચ્છ : શહેરમાં આ વરસે સારો વરસાદ પડી જતાં બધી ચિંતા ટળી છે. ભવિષ્યમાં દુષ્કાળની પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે વિચારવાનો સમય આવ્યો છે. વહીવટીતંત્ર દ્વારા એક-એક તાલુકામાં પાંચ-પાંચ ગામમાં મોડેલરૂપ કામગીરી હાથ ધરવા કામગીરી શરુ કરી છે. કચ્છમાં ઘાસ વાવેતર અને જળસંગ્રહના કાર્યમાં સરકાર કંપનીઓ, સંસ્થાઓને સાથે રાખીને દુષ્કાળમુક્ત કચ્છનું તંત્રએ આહવાન કર્યું છે.
ખાનગી કંપની દ્વારા ‘‘મોલાસીસ સંમિશ્રિત સુકાચાર પ્રોજેકટ વડે અછતના સમયમાં નવેમ્બર-2108 થી 22-08-2019ના પૂર્ણાહુતિ સુધી 303 દિવસ 40 થી વધુ ગામ-વાંઢના એક હજાર માલધારીઓનાં 20 હજાર પશુઓ માટે 16,42,700 કીલો એટલે કે 274 ટ્રક મોલાસીસ બ્લેન્ડેડ સુકાઘાસનું વિતરણ કરાયું હતું. જયારે સપ્ટે-18 થી ઓકટો-18 દરમિયાન 8 હજાર પશુઓને અઢી લાખ કીલો સુકાઘાસનું વિતરણ કરાયું હતું. અછત દરમિયાન 1.81 કરોડના કુલ ખર્ચમાં 79 લાખ માલધારીઓ દ્વારા ફાળો અપાયો હતો. જયારે ધોરડો જુથ ગ્રામ પંચાયતમાં 176 એકર ઘાસ પ્લોટમાંથી 1.03 લાખ કીલો ઘાસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સમારંભના પ્રારંભે જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહને શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ, હોડકોના શારદા મેડીકલ સેન્ટરની મૂલાકાત લઇ આરોગ્ય સુવિધાઓનો ચિતાર મેળવ્યો હતો. આ તકે જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહને અછતના સમાપનના આનંદસમા બે વર્ષ પાણી ચાલે તેવાં બી.એ.ડી.પી ગ્રાંટમાંથી બનેલા આર.સી.સી.વાળા મોટાં તળાવને ગામના સરપંચ શ્રી મીયાં હુસેન સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં તળાવને પરંપરાગત વિધિથી વધાવ્યું હતું. તેમજ ધોરડો ખાતેના 175 એકર ઘાસ પ્લોટની મૂલાકાત પણ લીધી હતી.