ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch News: તાઇવાનના ગુલાબી જામફળની ખેતી હવે થઇ રહી છે કચ્છમાં, કોઈપણ સીઝનમાં મળે છે આટલો ભાવ - guava cultivation in Kutch

કચ્છના ખેડૂતો હવે તાઇવાનના ગુલાબી જામફળની પ્રજાતિની (guava cultivation in Kutch) ખેતી તરફ વળ્યા છે. જેનું એક ફળ 800 ગ્રામથી 1 કિલો સુધી થાય છે અને બજારમાં તેની ખૂબ ભારે માંગ પણ છે. તો દિલ્હી જેવા મેટ્રો સિટીમાં પણ અહીંથી માલ ખરીદવા વેપારીઓ આવે છે. (Taiwan Pink guava cultivation)

Kutch : તાઇવાનના ગુલાબી જામફળની ખેતી, કોઈપણ સીઝનમાં મો માગ્યા ભાવ
Kutch : તાઇવાનના ગુલાબી જામફળની ખેતી, કોઈપણ સીઝનમાં મો માગ્યા ભાવ

By

Published : Jan 19, 2023, 3:44 PM IST

કચ્છમાં તાઇવાનના ગુલાબી જામફળની ખેતી

કચ્છ :ખેડૂતોએ અગાઉ સૌપ્રથમ વખત ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરી, કેસર કેરી, ડ્રેગન ફ્રૂટ, એક્સોટિકા વેજીટેબલનું સફળ વાવેતર અને ઉત્પાદન કર્યું હતું. તો હવે તાઇવાનના ગુલાબી જામફળની ખેતી પણ કરવામાં આવી રહી છે. કચ્છએ બાગાયતી પાકનું હબ ગણાય છે. કચ્છમાં ખેડૂતોએ બાગાયતી ખેતી ક્ષેત્રે અવનવા પ્રયોગ કરી ક્યારે વિચારી ન શકાય તેવા ફળ આ સૂકા વિસ્તારમાં ઉગાડી દેખાડ્યા છે. બાગાયતી પાકોમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ દાડમની ખેતી શરૂ કરી હતી અને કચ્છને દાડમનો હબ ગણાતો હતો. તો હવે જિલ્લાના અનેક ખેડૂતો તાઇવાન ગુલાબી જામફળની ખેતી તરફ વળ્યા છે અને જમ્બો સાઈઝના આ ગુલાબી જામફળ વાવી મબલખ કમાણી કરી રહ્યા છે.

ગુલાબી જામફળ

તાઇવાન ગુલાબી જામફળની ખૂબ માંગ :ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં બજારોમાં જામફળની મબલખ આવક થતી હોય છે. સમગ્ર દેશમાં એક સાથે દેશી જામફળનો માલ બજારોમાં આવતા તેના ભાવ ખૂબ ઓછા રહે છે. પરંતુ તાઇવાન ગુલાબી નામની આ જામફળની એવું ફળ છે કે વર્ષના કોઈપણ સીઝનમાં ખેડૂતો તેનો પાક લઈ શકે છે. આ થકી ઓફ સીઝનના કારણે ખેડૂતોને પોતાના પાકના મો માગ્યા ભાવ મળી રહે છે. તો નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોમાં તો 100થી 130 રૂપિયા પ્રતિ કિલો ભાવ મળે છે.

આ પણ વાંચોમહીસાગરના ખેડૂતે બાગાયતી ખેતી પદ્ધતિથી થાઈલેન્ડ જામફળ, લીંબુ અને ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી કરી

7.5 એકરમાં તાઇવાન ગુલાબી જામફળની ખેતી :કચ્છના ભુજ તાલુકામાં કોટડા ચકાર ગામના ખેડૂત હર્ષદ ભગતે ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષથી તેઓ તાઇવાન ગુલાબી જામફળની ખેતી કરી રહ્યા છે. તો ગામમાં પણ અનેક ખેડૂતોએ આ ગુલાબી જામફળની ખેતી શરૂ કરી છે. અન્ય દેશી જામફળનું હાર્વેસ્ટીંગ હજુ શરૂ થયું છે, ત્યારે આ તાઇવાન ગુલાબી જામફળનું હાર્વેસ્ટીંગ પૂર્ણ થઈ બજારમાં મળતા શરૂ થઈ ગયા છે. આ કારણે જ જ્યાં દેશી જામફળના પ્રતિ કિલો 20થી 30 ખેડૂતોને મળતા હોય છે, ત્યારે આ ગુલાબી જામફળના ખેડૂતોને કિલો દીઠ 40થી લઈને 90 સુધી મળી રહે છે. આ જામફળનો સ્વાદ લોકોને ખૂબ પ્રિય છે. 7.5 એકરમાં તાઇવાન ગુલાબી જામફળની ખેતી કરવામાં આવી છે.

આ પણ વાંચોથાઈલેન્ડના જમરૂખની સફળ ખેતીથી ખેડૂતે કરી મોટી કમાણી, મધ જેવું મીઠુંફળ

30થી 35 દિવસ બાદ ફળ પાકે :અન્ય ખેડૂત વિજય ભગતે જણાવ્યું હતું કે, છેલ્લા 2 વર્ષથી દાડમના પાકને સુકારો લાગતા તાઇવાન ગુલાબી જામફળનું વાવેતર કર્યું હતું અને હવે સારા પ્રમાણમાં ઉત્પાદન મળી રહ્યું છે. જામફળ પર જીવાત ન લાગે તે માટે ફૂલના ફૂટવાથી જ તેના પર પ્લાસ્ટિકની થેલી ચડાવવામાં આવે છે. તેના 30થી 35 દિવસ બાદ ફળ પાકીને પૂર્ણ આકારમાં આવતા તેના પરથી થેલી ઉતારવામાં આવે છે. તો વળી આ વેરાયટીના જામફળમાં એક એક ફળ 500 ગ્રામથી લઈને 1 કિલો સુધીના મળે છે. ખેડૂતો અવનવા બાગાયતી પાકોનું સફળ ઉત્પાદન કરીને ખરેખર બમણી આવક મેળવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details