ગુજરાત

gujarat

ETV Bharat / state

આજથી શાળાઓમાં ધોરણ 9થી 11ના વર્ગોનો શુભારંભ - covid 19 effect

કોરોનાકાળમાં છેલ્લા દોઢ વર્ષથી ઓનલાઈન શિક્ષણ (online education) અપાઈ રહ્યું છે. દિવાળી બાદ શાળા શરૂ થઈ અને માંડ મહિનો થયો ત્યાં બીજી લહેરે ઉથલો મારતા ફરી શાળાને તાળા મારી દેવાયા હતા. હવે જયારે તમામ પ્રકારના નિયંત્રણો હટી ગયા છે, ત્યારે શાળા-કોલેજો માટેના નિયંત્રણો પણ હટાવી લેવાયા છે. અગાઉ ધોરણ-12ની શાળા શરૂ કરવાની મંજૂરી અપાયા બાદ આજથી કચ્છ સહિત રાજ્યમાં ધો. 9,10 અને 11ની શાળાઓ પણ શરૂ થઈ ગઈ છે.

આજથી શાળાઓમાં ધોરણ 9થી 11ના વર્ગોનો શુભારંભ
આજથી શાળાઓમાં ધોરણ 9થી 11ના વર્ગોનો શુભારંભ

By

Published : Jul 26, 2021, 12:44 PM IST

  • આજથી ધોરણ- 9,10 અને 11ના વર્ગોનો આરંભ
  • શાળાઓમાં કોરોના ગાઈડલાઈન (covid guidlines) નું પાલન
  • પહેલાં દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી

કચ્છ: છેલ્લાં ઘણાં સમયથી વિદ્યાર્થીઓ વગર શાળા સૂમસામ બની ગઈ હતી. આજથી ધોરણ 9, 10 અને 11ની શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થઈ રહ્યું છે. શાળાએ આવવા માંગતા વિદ્યાર્થીઓએ વાલીઓ પાસેથી લેખિતમાં સંમતિપત્રક ભરી શાળાએ જમા કરાવવાનું રહેશે. ઉપરાંત વર્ગખંડમાં 50 ટકાની મર્યાદામાં વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યું છે. ઉપરાંત શાળામાં કોરોના ગાઈડલાઈન (covid guidlines)નું પાલન પણ કરવામાં આવી રહ્યું છે. જોકે, પ્રથમ દિવસે શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી.

જિલ્લામાં 480 જેટલી શાળાઓમાં આજથી શિક્ષણ શરૂ

જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની 185 સરકારી શાળાઓ, 85 ગ્રાન્ટ ઈન એડ શાળાઓ તેમજ 200 જેટલી ખાનગી શાળાઓ આવેલી છે.ઓનલાઈન શિક્ષણથી સૌ કોઈ ત્રસ્ત બની ગયા હતા. એક તો મિત્રો એક બીજાને મળી શકે નહીં બીજી તરફ શિક્ષક ભણાવે તે મગજમાં ઉતરે નહીં. ઉપરથી બોર્ડના વર્ગ હોય જેથી શિક્ષકોને પણ પોતાના વિદ્યાર્થીઓની ચિંતા હોઈ, પરંતુ ઓનલાઈન શિક્ષણ (online education)ના કારણે બાળકને જોઈએ તેટલું શિક્ષણ આપી શકાતું ન હતું. જેથી સૌ કોઈ શાળા શરૂ થવાની રાહ જોઈને બેઠા હતા. આજથી શાળાઓ શરૂ થતા વિદ્યાર્થીઓના આગમનથી શાળાઓ ચેતનવંતી બની હતી. જોકે, અમુક શાળાઓમાં બોર્ડના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલુ હોવાથી 29 તારીખ બાદ શાળાઓ શરૂ કરવામાં આવશે.

શાળાઓમાં કોરોના ગાઈડલાઈનનું પાલન

આ પણ વાંચો:રાજ્યમાં ધોરણ 9થી 11ના ઓફલાઇન વર્ગો થશે શરૂ, જાણો આ અંગે શું કહે છે રાજકોટના વાલીઓ

જાણો શું કહ્યું પ્રિન્સિપાલએ?

Etv Bharat સાથે વાતચીત કરતા સેન્ટ એન્ડ્રુઝ સ્કૂલના પ્રિન્સિપાલ પ્રબોધ બિસ્વાલે જણાવ્યું હતું કે, આજથી ધોરણ 9 અને 11ના વર્ગો કોરોના ગાઈડલાઈનનું પાલન કરીને શરૂ કરવામાં આવ્યા છે. ઉપરાંત અને વાલીઓનો સંપર્ક પણ સાધી રહ્યા છીએ કે, તમે તમારા બાળકોને શાળાએ મોકલો અહીં પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે અને વર્ગખંડમાં સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તથા માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યું છે.

આજથી શાળાઓમાં ધોરણ 9થી 11ના વર્ગોનો શુભારંભ

આ પણ વાંચો:શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, રાજ્યમાં આ તારીખથી ધોરણ 9થી 12ની શાળા થશે શરૂ

ABOUT THE AUTHOR

...view details