કચ્છમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન અભ્યાસ શરૂ, ઓફલાઈન બાળકોને સાહિત્ય ઘરે પહોંચતું કરાશે
વૈશ્વિક મહામારી કોરોનાને પગલે શિક્ષણ વ્યવસ્થાને મોટી અસર પડી છે. આ સ્થિતિમાં રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના અંદાજે અઢી લાખ જેટલા વિદ્યાર્થીઓ ઘેર બેઠા શિક્ષણ મેળવશે. જ્યારે ઓનલાઇન શિક્ષણ ન મેળવી શકનારા છાત્રાઓને ઘરે-ઘરે જઇ ધોરણ વાઇઝ સાહિત્યનું વિતરણ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારના ગૃહવિભાગના જાહેરનામા અનુસાર આગામી ૩૦મી જૂન સુધી કચ્છમાં શિક્ષણતંત્ર દ્વારા પણ આ અંગેનું આયોજન કરવામાં આવ્યું છે.
કચ્છ : પ્રથમ વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા બાદ પ્રાથમિક વિભાગ માટે શિક્ષણ તંત્ર દ્વારા 1389 જેટલા શિક્ષકોને માઇક્રોસોફ્ટ દ્વારા વર્ચ્યુઅલ ક્લાસરૂમ માટે તાલીમબદ્ધ કરાયા છે. તેઓ બાળકોને વ્હોટ્સેઅપ, યુટ્યુબ મારફતે ઓનલાઇન શિક્ષણ આપશે. કચ્છમાં પ્રાથમિક વિભાગમાં અંદાજે 2.17 લાખ વિદ્યાર્થી છે. જેમાંથી 70 ટકા છાત્રાને ઓનલાઇન અભ્યાસમાં સાંકળી લેવામાં આવશે જ્યાં ઇન્ટરનેટનો પ્રશ્ન છે. ઓનલાઇન માટેની કોઇ વ્યવસ્થા નથી તેવા વિદ્યાર્થીઓને ઘરે-ઘરે જઇ શિક્ષકો હોમલર્નિંગ માટે ધોરણ વાઇઝ સાહિત્ય પૂરું પાડશે.