ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં નિયમોનું પાલન નહીં કરનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ - SCHOOL

કચ્છ: કચ્છમાં આરટીઓ તંત્રએ નિયમોને નેવે મૂકી ચાલતા સ્કૂલ વાહનો સામે લાલ આંખ કરી છે. આરટીઓ વિભાગ દ્વારા ચાર ટીમો બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને નિયમોનું પાલન નહીં કરનાર સ્કૂલવાન સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

કચ્છમાં નિયમોનું પાલન નહીં કરનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરાઇ

By

Published : Jun 19, 2019, 11:47 PM IST

અમદાવાદમાં સ્કુલવાનમાં બનેલી અકસ્માતની ઘટના પછી ભુજમાં પણ આરટીઓ વિભાગ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ અને આરટીઓની સંયુક્ત ટીમે શહેરના જાહેર રસ્તા અને સ્કૂલ નજીક તથા ખાનગી સ્કૂલની બસોમાં સુરક્ષા મુદ્દે ચકાસણી હાથ ધરીને દંડનીય કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત સ્કૂલના બસ સંચાલકો અને શાળાને મેમો આપી દંડ પણ વસુલવામાં આવ્યો હતો. આ કાર્યવાહી આગામી એક સપ્તાહ સુધી ચાલુ રહેશે અને જે સ્કૂલ બસમાં નિયમનો ઉલ્લંઘન હશે તેની સામે કડક કાર્યવાહી કરાશે. આજે સ્કૂલ બસમાં આરટીઓ અધિકારી દ્વારા બસના ડોક્યુમેન્ટ ફાયર સેફટી તેમજ બસમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇને જાળીઓ, મેડિકલ કીટ અંગેની સ્કુલ બસોમાં તપાસ કરવામાં આવી હતી.

કચ્છમાં નિયમોનું પાલન નહીં કરનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરાઇ


ઘટનાને લઇને કચ્છમાં 104 વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 50 જેટલા સ્કૂલ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. જ્યારે 3.64 લાખ દંડ વસૂલાત કરવામાં આવ્યો છે. આરટીઓ વિભાગ વાહન ચેકિંગ કામગીરી આગામી દિવસોમાં પણ શરૂ રહેશે અને નિયમોનું પાલન નહીં કરનાર સ્કૂલ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details