ભાજપના ઉમેદવારે નખત્રાણા મધ્યે લોક સંપર્ક રોડ શો યોજીને જણાવ્યુ હતું કે 2014 થી 2019 દરમિયાન વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ વિશ્વના રાષ્ટ્રોની મુલાકાત લઈ ત્યાંના નેતાઓ ત્યાંના પ્રતિનિધિઓ ,પ્રજા સાથે મૈત્રી સંવાદ સાંધી વૈશ્વિક પ્રચંડ "ડિપ્લોમેટિક કેપિટલ" ઊભી કરી છે, અને “શક્તિશાળી” રાષ્ટ્ર તરીકે ભારતની વૈશ્વિક ઓળખ કરાવી છે, જૂઠના અને ભ્રમણાના વંટોળ ઊભા કરી ભાગલાવાદી રાજનીતિ અને તુષ્ટિકરણની રાજનીતિ થકી કોંગ્રેસ વિકાસ વિરોધી માનસિકતા બતાવે છે.
ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો ઝંઝાવતી પ્રચાર, સ્ટાર પ્રચારકોની સભા સાથે રોડ શૉ - Gujarati News
ભૂજઃ લોકસભાની ચૂંટણીમાં કચ્છ-ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો ઝંઝાવતી પ્રચાર ચાલી રહયો છે. સ્ટાર પ્રચારકોની સભા, રોડ શૉ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનની અપીલ કરવામાં આવી રહી છે.
સ્પોટ ફોટો
આથી સમસ્ત ભારત નિર્ણાયક અને પૂર્ણ બહુમત વાળી સરકાર ઇચ્છે છે. જે ફક્ત ભાજપ જ આપી શકે છે તેવુ વિનોદ ચાવડાએ જણાવ્યુ હતું.