કચ્છના ગાંધીધામના કીડાના ખાતે કેન્દ્રીય શિપિંગ પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, નાગરિકતા બિલ પસાર કરીને કેન્દ્ર સરકારે ભારતીય સંસ્કૃતિને આગળ વધારી છે. જે નાગરિકોએ ભારતનું શરણ લીધું છે. તે શરણાર્થીઓને દેશનું નાગરિકત્વ મળવાનું છે. આ બિલથી ભારતના કોઈ પણ નાગરિકને નુકસાન થવાનું નથી, ચોક્કસ ફાયદો થવાનો છે. તેમજ જે શરણાર્થીઓએ એકત્રિત થઇને મોદીજીનું અભિવાદન કર્યું છે. આ અભિવાદનને સ્વીકારી તેઓએ શરણાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
કચ્છના ગાંધીધામમાં પાકિસ્તાનથી આવીને વસેલા શરણાર્થીઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો
કચ્છ : નાગરિકતા સંશોધન બિલ પસાર થાય બાદ કચ્છના ગાંધીધામના કીડાના ખાતે કેન્દ્રીય શિપિંગ પ્રધાન મનસુખ માંડવિયાની હાજરીના પાકિસ્તાનથી આવીને વસેલા શરણાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ સમારોહમાં શિપિંગ પ્રધાન મનસુખ માંડવિયા પહોંચ્યા તેની સાથે જ લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. તેમજ નાચીને ગાઇને કલર ઉડાડીને પોતાની ખુશી દર્શાવી હતી.
કચ્છ
બીજીતરફ, આ બિલ મુદ્દે જે વિરોધ થઈ રહ્યો છે. તે મુદ્દે તેમણે કહ્યું હતું કે, આ રાજકીય પ્રેરીત છે. ભારતની શરણે આવેલા લોકોનું રક્ષણ કરવું એ ભારતની પરંપરા છે. તેમજ મોદીજીના આ નિર્ણયને લોકો આવકારી રહ્યાં છે.