વાયુ વાવાઝોડાની આગાહીને પગલે રાજય સરકાર દ્વારા કુદરતી આફતનો સામનો કરવા તમામ પૂર્વ તૈયારીઓ સાથે વહીવટીતંત્ર દ્વારા પણ અનેકવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. ત્યારે સંભવિત પરિસ્થિતિને ધ્યાને રાખીને સમગ્ર વહીવટીતંત્ર સતર્ક થઇ ગયું છે. ત્યારે કચ્છના પ્રભારીપ્રધાન દિલીપ ઠાકોર બે દિવસથી કચ્છની મુલાકાતે છે. ત્યારે ગુરૂવારના રોજ કચ્છના કાંઠાળ વિસ્તારોની મુલાકાત લેવા સાથે લોકોને રૂબરૂ મળીને તેમણે સ્થિતીની સમીક્ષા કરી હતી.
કચ્છમાં વાયુ વાવાઝોડાની અસરને પગલે પ્રભારીપ્રધાન દિલીપ ઠાકોરે કરી સમીક્ષા - effect
કચ્છ: જિલ્લાના કાંઠાળ વિસ્તારોમાં વાયુ વાવાઝોડાની થનારી સંભવત અસરોને ધ્યાનમાં રાખીને તંત્રએ આદરેલી અગમચેતીના કામગીરીને પગલે ગુરૂવારના રોજ પ્રભારીપ્રધાન દિલીપ ઠાકોરે સમીક્ષા કરી હતી. જખૌ સહિતના વિસ્તારોની મુલાકાત સાથે તેમણે ખુદ લોકોના અભિપ્રાય જાણીને કામગીરીને અંતે સંતોષ વ્યકત કર્યો હતો. ઉપરાંત લોકોએ પણ રાજય સરકારની સાથે તંત્રની સુદ્રઢ કામગીરીને આવકારી હતી.
પ્રધાન ઠાકોરે કંડલા પોર્ટ ભુજ અને જખૌ સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી. કચ્છના વહીવટીતંત્ર પાસેથી વાવાઝોડાની પરિસ્થિતને પહોંચી વળવા કરવામાં આવેલી તૈયારીઓ ઉપરાંત કાંઠાળ વિસ્તારોમાંથી લોકોના સ્થળાંતર સહિતનો ચિતાર મેળવ્યો હતો.
જિલ્લા કલેકટર રેમ્યા મોહન સહિત વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓએ તેમના વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા કરાયેલી તૈયારીઓનો, ગોઠવાયેલ આયોજન સહિતની બાબતોથી અવગત કર્યાં હતા. દરમિયાન પ્રભારી પ્રધાને જખૌમાં સુરક્ષા અને અગમચેતી માટેની કામગીરી નિહાળીને લોકો સાથે સંવાદ કર્યો હતો. જેમાં લોકોએ તંત્રની કામગીરીની સુરક્ષા અને આયોજનને આવકારીને સંતોષ વ્યકત કર્યો હતો.