ગુજરાત

gujarat

ETV Bharat / state

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે કચ્છની મુલાકાતે, ટેન્ટ સિટીમાં કરશે રોકાણ - વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટેન્ટ સિટીમાં રોકાણ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે કચ્છની મુલાકાત લેશે. તેઓ કચ્છના માંડવીના દરિયાકિનારે ડિસિલેસન પ્લાન્ટના ખાતમુહૂર્ત તેમજ કચ્છના મોટા રણમાં સોલાર એનર્જીપાર્કના ખાતમૂર્હત માટે ગુજરાતના પ્રવાસે આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે કચ્છની મુલાકાતે, ટેન્ટ સિટીમાં કરશે રોકાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે કચ્છની મુલાકાતે, ટેન્ટ સિટીમાં કરશે રોકાણ

By

Published : Dec 3, 2020, 2:04 PM IST

Updated : Dec 14, 2020, 1:59 PM IST

  • દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે કચ્છની લેશે મુલાકાત
  • સોલાર પ્લાન્ટ તથા એનર્જીપાર્કના ખાતમૂહુર્ત કાર્યક્રમનું થયું છે આયોજન

કચ્છ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે કચ્છની મુલાકાત લેશે. વડાપ્રધાનના આ પ્રવાસના આયોજન માટે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર તેમજ રાજ્ય સ્તરેથી વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે. પહેલા ગત 30 નવેમ્બરે વડાપ્રધાન કચ્છની મુલાકાતે આવે તેવું આયોજન ગોઠવાયું હતું ,જોકે પાછળથી આ કાર્યક્રમ રદ થયાનું જણાવી સૂત્રોએ ઉમેર્યું હતું કે 15 ડિસેમ્બરે આ કાર્યક્રમ યોજાઈ શકે છે.

ટેન્ટ સિટીમાં કરશે રોકાણ

પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના રણમાં આવેલા ટેન્ટ સિટીમાં રોકાણ કરશે. કચ્છના મીઠાના રણમાં રણોત્સવનું આયોજન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને દેશ-વિદેશમાં પ્રખ્યાત કર્યુ છે તેમજ કચ્છના પ્રવાસનને વેગ આપ્યો છે. વડાપ્રધાન મોદી પોતે પણ સફેદ રણ પ્રત્યે લગાવ ધરાવે છે તેથી તેઓ અહીં રોકાશે.

Last Updated : Dec 14, 2020, 1:59 PM IST

ABOUT THE AUTHOR

...view details