ગુજરાત

gujarat

ETV Bharat / state

અહો આશ્ચર્યમ, કચ્છના ભૂજમાં એક પ્રસુતાએ ત્રણ બાળકોને આપ્યો જન્મ...

કચ્છ: ભૂજની જી.કે.જનરલ સિવિલ હોસ્પિટલમાં ભુજની 22 વર્ષીય કોમલ કોહલીએ એક પુત્રી અને બે પુત્રો એમ ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. આ યુવતીએ શરૂઆતમાં ગર્ભધારણ સાથે મેડિકલ તપાસમાં ત્રણ બાળકો ઊછળતા દેખાયા હતા. તેથી ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ માટે નક્કી કરાતા રૂપિયા 90 હજારના ખર્ચનો અંદાજ આપવામાં આવ્યો હતો. આ ખર્ચ વધુ જણાતા કોમલબેને સાતમાં મહિને જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર લેવાનું શરૂ કર્યું હતું.

અહો આશ્ચર્યમ, કચ્છના ભૂજમાં એક પ્રસુતાએ ત્રણ બાળકોને આપ્યો જન્મ...

By

Published : Jun 6, 2019, 2:40 AM IST

આ હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગના તબીબોએ આ મહિલાની પ્રસુતિ માટે બીડું ઝડપ્યું હતું. સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ.ચાર્મી પાવાણીએ પ્રાથમિક તપાસ કરીને તો સગર્ભાને હાઈ બી.પી. અને હાથેપગે સોજા જણાયા હતા. જેની સારવાર આપી દર 15 દિવસે નિયમિત ચેકએપમાં આવવા જણાવ્યું હતું. આ સમય દરમિયાન સગર્ભાની સોનોગ્રાફી કરતા બાળકોનું વજન સામાન્ય કરતા ઓછું જણાયું હતું. તેથી તબીબોએ બાળકોનું વજન વધે એ માટે આરોગ્યપ્રદ પ્રોટીનયુક્ત ખોરાક આપવાનું માતા મારફતે શરૂ કરવામાં આવ્યુ હતું.

આ ઉપરાંત બાળકોને પુરતું લોહી પહોંચે છે કે નહિ તે માટે ડોપ્લર સ્ક્રીનિંગ પણ અવારનવાર કરી બાળકના વજન વધારવા પર બાજ નજર રાખવામાં આવી હતી. હજુ તો આઠ માસ થયા હશે ત્યાં જ કોમલબહેનને પ્રસુતિની પીડા ઉપડતા તાત્કાલિક જી.કે.જનરલ હોસ્પિટલમાં આવ્યા અને તેમને તાબડતોબ દાખલ કરી હતી. તબીબો જણાતા હતા કે, સગર્ભાને ગર્ભાશયના મુખ પાસે ટાંકા આપવામાં આવ્યા હતા કે જેથી કસુવાવડ ન થઇ જાય છેવટે સીઝેરીયન કર્યું હતું. અને એક પછી એક એમ ત્રણ બાળકોને કૂખમાંથી લઈને જન્મ આપ્યો હતો.

બાળકો અધૂરા માસે આવેલા હોવાથી વજન જન્મ વખતે પણ સહેજ ઓછું હોવાથી પેટીમાં રાખી આગળની સારવાર માટે બાળકોના નિષ્ણાતને તુરંત રીફર કરવામાં આવ્યા હતા. છેવટે સાત દિવસના અંતે બાળકોનું વજન યથાવત થયું તેમજ કોઈ જોખમી ચિહ્ન ન જણાતા આઠમા દિવસે સુખરુખ રજા આપવામાં આવી હતી. આ ઓપરેશનમાં સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ.ધ્વનિ મહેતા, ડૉ.મહાશ્વેતા ગુરુ તેમજ બાળરોગ નિષ્ણાત ડૉ.સંદીપ ટીલવાણીએ સારવાર આપી હતી.

ABOUT THE AUTHOR

...view details