કચ્છઃ ગુજરાત વિધાસભાના પ્રથમ અને રાજ્યની સૌથી વિશાળ વિસ્તાર ધરાવતી અબડાસા બેઠક 1 પરથી કોંગ્રેસમાંથી પદ્યુમનસિંહ જાડેજા ચૂંટાયા હતા. થોડા સમય પહેલા તેમણે વિકાસના 5 મુખ્ય કામો સહિતના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી કેસરીયા કર્યા હતા.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કચ્છની મુલાકાત લીધી
- અબડાસા બેઠકની ચૂંટણીને લઇને લીધી મુલાકાત
- કે.સી.પટેલ અને ભાજપના આગેવાનો સાથે બેઠક કરી
- પ્રદ્યુમનસિંહ જાડેજાને અપાય શકે છે ટિકિટ
- પ્રદ્યુમનસિંહ જાડેજા કોંગ્રેસમાંથી આવ્યા ભાજપમાં
કોરોના મહામારી અને હવે અનલોક-2 સાથે પેટા ચૂંટણીઓનો ધમધમાટ પણ શરૂ થયો છે, ત્યારે શનિવારે ભૂપેન્દ્રસિંહ અને કે.સી.પટેલે કચ્છ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી.
અબડાસા બેઠક માટે કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારની પ્રથમ પંસદગીઃ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કચ્છ પહોંચેલા આ બન્ને આગેવાનોએ પ્રથમ કચ્છ ભાજપના ધારાસભ્ય અને સાંસદ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં અબડાસા બેઠક માટે રણનીતિ ઘડવામાં આવી હતી. આ બેઠકમાં અબડાસા બેઠકના સંભવિત ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપ અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજાને ટિકિટ આપી શકે છે, પરંતુ અબડાસા બેઠકનો ઇતિહાસ રહ્યો છે કે આ બેઠક પરથી એક વાર ચૂંટણી જીત્યા બાદ ઉમેદવાર ફરીવાર ચૂંટણી ચૂંટણી જીતી શક્યા નથી.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં કચ્છમાં નિષ્ણાંતો માને છે કે, આ કારણે જ ભાજપ અને પ્રદ્યુમનસિંહ જાડેજાની શાખ દાવ પર લાગી છે. જો કે, અબડાસા બેઠકે ક્યારેય બહારના ઉમેદવારને પણ સ્વીકાર્યા નથી. જો કે, કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલે આ બેઠક પરથી વિજય મેળવીને આ ઈતિહાસ તોડ્યો છે. જેથી હવે આગામી સયમમાં પેટા ચૂંટણીઓમાં અબડાસા બેઠક પર પરિવર્તન થશે કે પૂનરાવર્તન એના પર તમામની નજર છે.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકારોને જણાવ્યુ હતું કે, આજની મુલાકાતમાં બેઠક અને વિવિધ ચર્ચા કરાશે. ઉમેદવાર પસગંદીમાં પ્રદ્યુમનસિંહ જાડેજાની પ્રથમ પસંદગી રહેશે અને તે તેમનો અધિકાર છે. અબડાસા બેઠક પર રીપીટ ઉમેદવાર જીતી શકતો નથી, તે ઈતિહાસ પ્રચંડ જીત સાથે તુટશે.