- કચ્છના પેટાળમાં સંશોધન દરમિયાન મળ્યા હતા ગેસ અને કુદરતી ઊર્જા
- ગેસ અને કુદરતી ઊર્જાનો લાભ લોકોને 2025 સુધીમાં મળશે
- બે દિવસ સુધી ઓઇલ એન્ડ ગેસના સંશોધન પર ચર્ચા કરવામાં આવશે
કચ્છ: એક બાજુ જ્યારે પેટ્રોલ-ડીઝલ તથા ગેસના ભાવો વધી રહ્યા છે, ત્યારે કચ્છથી એક મહત્વના સમાચાર મળ્યા છે કે, કચ્છના પેટાળમાં સંશોધન દરમિયાન મળેલા ગેસ અને નેચરલ એનર્જીનો લાભ લોકોને 2025 સુધીમાં મળશે.
વધુ સંશોધન માટે નિષ્ણાંતો જોડાશે
ONGC, કચ્છ યુનિવર્સિટી અને પંડિત દિન દયાલ એનર્જી યુનિવર્સિટીના ઉપક્રમે ભુજમાં બે દિવસ સુધી ઓઇલ એન્ડ ગેસના સંશોધન પર ચર્ચા કરવામાં આવશે અને ફિલ્ડ વિઝીટ કરી કચ્છના અન્ય વિસ્તારમાં વધુ સંશોધન માટે નિષ્ણાંતો જોડાશે. 2025 સુધીમાં કચ્છ, ગુજરાતમાં મળતા કુલ જથ્થા કરતાં વધુ જથ્થો મળતો થઈ જશે.