ગુજરાત

gujarat

ETV Bharat / state

પુરતું પાણી હોવા છતાં અહીંનો લોકો બનેે છે, પાણીની સમસ્યાના ભોગ

કચ્છ: જિલ્લામાં પાણી સમસ્યા વિકરાળ સ્વરૂપ લઈ ચુકી છે, પરંતુ મહત્વનું તો એ છે કે પુરતુ પાણી હોવા છતા લોકો પાણીની સમસ્યા ભોગવે તો તેનું કારણ માત્ર અણઘડ વહીવટ જ કહી શકાય. આ પ્રકારની પરિસ્થિતિ જિલ્લાના પાટનગર ભુજ શહેરની છે.

ભુજમાં લોકો પાણીની સમસ્યાના ભોગ બની રહ્યાં છે

By

Published : May 16, 2019, 8:01 PM IST

ભુજમાં કરોડો રૂપિયાનું પાણી હોવા છતા યોગ્ય પાણી વિતરણ વ્યવસ્થાના અભાવને કારણે લોકો પાણીની સમસ્યાના ભોગ બની રહ્યાં છે. ભુજમાં રોજ 130થી વધુ ટેન્કર ફેરા મારફતે લોકોને પાણી પહોંચાડવા પાછળ પૈચા ખર્ચ કરવામાં આવે છે. તેમ છતા પણ કેટલાક વિસ્તારો પાણી વિહોણા રહે છે. આ પરિસ્થિતિ સમગ્ર ભુજ શહેરની છે.

ભુજમાં લોકો પાણીની સમસ્યાના બની રહ્યાં છે ભોગ

કચ્છમાં રાજ્ય સરકાર દ્વારા છેવાડાના ગામડાઓ સુધી પાણી પહોંચાડવા ટેન્કરની વ્યવસ્થા ગોઠવી છે. એક તરફ પાલિકા નિયમીત અને પુરતા પાણીના દાવા કરી રહ્યું છે. પરંતુ શહેરના પોશ વિસ્તારો સહિત અનેક વિસ્તારોમાં પાણી પહોંચતું નથી. ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાના પ્રયાસ થાય છે, છતા પણ લોકોને પાણી પહોંચતું નથી એ હકીકત છે. લોકો પહેલા પાલિકા પર અને તે ન મળે તો ખાનગી ટેન્કર મંગાવીને પાણી મેળવી રહ્યાં છે. શહેરના મચ્છુનગર સહિતના અનેક વિસ્તારોમાં તો ટેન્કર જ 10 દિવસ બાદ આવે છે. જ્યારે આવે છે ત્યારે પાણી માટેનો સંઘર્ષ જોવા મળે છે.

ભુજ શહેરમાં પાણીની સમસ્યાનો સ્વીકાર પાલિકાના જવાબદારો કરી રહ્યાં છે. જે માટે પાણીના બે બોર બંધ હોવાનું કારણ પણ જણાવાયું છે. તેમ છતાં પાણી પહોંચતું કરવાના પ્રયાસ કરતું હોવાનું જણાવી સત્તાધિશો પાટનગર ટેન્કર ન હોવાનું કહી રહ્યાં છે. નગરપાલિકાના 10 ટેન્કરો રોજના 120થી વધુ ફેરા કરે છે. જ્યારે કેટલાક પ્રાઇવેટ ટેન્કરો ભુજ શહેરમાં ફરી રહ્યાં છે. પૈસા ખર્ચીને તેમજ રજુઆતો કરીને પણ લોકોને પાણી તો મળતું જ નથી. ભુજના અનેક વિસ્તારો એવા છે, જ્યાં પશુઓ અને લોકોની સંખ્યા વિશેષ હોવા છતા દુરદુર સુધી પાણી માટે લોકોને જવું પડે છે. તો જે વિસ્તારોમાં લાઇન છે, ત્યાં પણ અનિયમિત પાણીની ફરીયાદને લઇને લોકો ટેન્કરો દ્વારા પાણી મેળવવા મજબુર બન્યા છે. ત્યારે પાલિકા પાણી વિતરણ વ્યવસ્થાને યોગ્ય બનાવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.

ABOUT THE AUTHOR

...view details