ગુજરાત

gujarat

ETV Bharat / state

Pakistani Boat Captured By BSF : કચ્છના હરામીનાળામાં BSFનું મેગા સર્ચ ઓપરેશન, ક્રીક વિસ્તારમાં 11 પાકિસ્તાની બોટ જપ્ત - 11 Pakistani boats intercepted

સૂત્રોના જણાવ્યા અનુસાર, આજ રોજમાં આવેલ હરામીનાળા પાસેથી BSF દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામા આવ્યું હતું, તે દરમિયાન BSF ભુજ દ્વારા ક્રીક વિસ્તારમાં 11 પાકિસ્તાની બોટ પકડી પાડવામા સફળતા મળી છે.

Pakistani Boat Captured By BSF : કચ્છના હરામીનાળામાં BSFનું મેગા સર્ચ ઓપરેશન, ક્રીક વિસ્તારમાં 11 પાકિસ્તાની બોટ જપ્ત
Pakistani Boat Captured By BSF : કચ્છના હરામીનાળામાં BSFનું મેગા સર્ચ ઓપરેશન, ક્રીક વિસ્તારમાં 11 પાકિસ્તાની બોટ જપ્ત

By

Published : Feb 10, 2022, 1:02 PM IST

Updated : Feb 11, 2022, 2:36 PM IST

કચ્છ :સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, BSFના જવાનો દ્વારા એક સર્ચ ઓપરેશન હાથ ધરાવામાં આવ્યું હતું, તે સમયે કચ્છમાં આવેલા હરામીનાળા પાસે ક્રીક વિસ્તારમાં BSF દ્વારા 11 પાકિસ્તાની બોટ ઝડપી પાડવામાં આવી છે. આ બોટમાં ભારતમાં શા માટે આવી છે, તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે. પુછપરછ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.

આ પણ વાંચો:આખરે રાજકોટ પોલીસ કમિશ્નરને ગાંધીનગરનું તેડું, ઊંઝાના વેપારીનુ પણ અપહરણ કર્યાની ફરીયાદ

પાકની નાપાક હરકતનો સિલસિલો યથાવત્

છેલ્લા 15 દિવસમાં પાકિસ્તાની ના-પાક હરકતો સામે આવી રહી છે. પાકિસ્તાન દ્વારા છેલ્લા કેટલાક સમયથી ભારતીય માછીમારોના અપહરણ કરવામાં આવી રહ્યા છે. પાક દ્વારા છેલ્લા કેટલાક સમયથી લગભગ 50 જેટલા ભારતીય માછીમારોને પાકિસ્તાની એજન્સીઓએ પકડી પાડ્યા છે. કમાન્ડોની 03 ટીમ દ્વારા એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા છુપાયેલા પાકિસ્તાનીઓને શોધવામાં આવી રહ્યું છે. મેન્ગ્રોવ્સના અત્યંત ગીચ વિસ્તારો,કાદવ અને ભરતીના પાણી સૈનિકો માટે પડકારરૂપ બની રહ્યા છે. હાલ હજી પણ ઓપરેશન ચાલુ છે.

આ પણ વાંચો:Karnataka hijab controversy: શાળા - કોલેજો ખોલવા પર કર્ણાટક હાઈકોર્ટનો આદેશ, ધાર્મિક પહેરવેશ પર પ્રતિબંધ

Last Updated : Feb 11, 2022, 2:36 PM IST

ABOUT THE AUTHOR

...view details